AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટા મોટર્સે લોન્ચ કર્યા 3 નવા કોમર્શિયલ પિકઅપ, તેના સેગમેન્ટના સૌથી શક્તિશાળી વાહનો

ટાટા મોટર્સના જણાવ્યા મુજબ નવા કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં સૌથી વધુ ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે તે પહેલા લાંબા ડેક, લાંબી રેન્જ, દમદાર પ્રદર્શન સાથે સુરક્ષા અને આરામ માટે નવી સુવિધાઓ પણ આપી રહી છે.

ટાટા મોટર્સે લોન્ચ કર્યા 3 નવા કોમર્શિયલ પિકઅપ, તેના સેગમેન્ટના સૌથી શક્તિશાળી વાહનો
Tata Motors launch 3 new pickup yodha
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:15 PM
Share

દેશમાં તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાના વધતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સે (Tata Motors) નાના વેપારીઓને મદદ કરવા માટે 3 નવી કોમર્શિયલ પિકઅપ ટ્રકને લોન્ચ કરી છે. દેશની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ નિર્માતા કંપનીએ યોદ્ધા 2.0, ઈન્ટ્રા વી 20 બાઈ-ફ્યુલ અને ઈન્ટ્રા વી 50 બજારમાં લોન્ચ કર્યા છે. ટાટા મોટર્સનો દાવો છે કે આ પિકઅપ સેગમેન્ટમાં સૌથી વધુ ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે આ પીકઅપમાં ઘણા નવા આધુનિક ફીચર્સ ઉમેર્યા છે. નવી ડિઝાઈન, લાંબી રેન્જની મદદથી આ પિકઅપ ટ્રક શહેરો અને ગામડાઓમાં ઘણી જરૂરિયાતો પૂરી કરી શકે છે. લોન્ચિંગ સાથે જ કંપનીએ દેશમાં 750 ગ્રાહકોને આ પિકઅપ ટ્રક ડિલીવર પણ કરી.

‘નાના વેપારીઓના સપના પૂરા કરવામાં સક્ષમ’

પિકઅપની નવી રેન્જના લોન્ચિંગ પછી ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગિરીશ વાઘે કહ્યું હતું કે “અમારા નાના કોમર્શિયલ વાહનો લાખો ગ્રાહકોના બિઝનેસને ચલાવવા અને તેમની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે જાણીતા છે. તેમના મતે હવે નાના વેપારીઓના બિઝનેસ વધારવા અને સારું જીવન જીવવાના સપના પહેલા કરતા મોટા થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નવા વાહનોની સમગ્ર રેન્જ તેમને તેમના સપના પૂરા કરવામાં મદદ કરશે કારણ કે તેઓ તેમની વધતી જતી અપેક્ષાઓ મુજબ ડિઝાઈન કરવામાં આવ્યા છે.

નવા કોમર્શિયલ વાહનોમાં સૌથી વધુ ભાર ઉઠાવવાની ક્ષમતા છે, જેથી વેપારીઓ વધુ માલસામાનનું પરિવહન કરી શકશે. આ પહેલાથી જ લાંબા ડેક, લાંબી રેન્જ, દમદાર પ્રદર્શન, સુરક્ષા અને આરામ માટે નવી સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવી છે. તેમના મતે આ નવી પેઢીના પિકઅપ સાથે ટાટા મોટર્સ તેના ગ્રાહકોની ગ્રોથ અને સફળતા માટે તેના સેગમેન્ટમાં બેસ્ટ વ્હીકલ આપવાનું વચન પૂરું કરી રહી છે.

શું છે પીકઅપની ખાસિયત

ટાટા યોદ્ધા 2000 કિલોગ્રામ સુધી ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. 2.2-લિટર ડીઝલ એન્જિન સાથે પિકઅપને સૌથી ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. યોદ્ધા 1200, 1500 અને 1700 કિલો ક્ષમતા સાથે પણ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા મુજબ આ પિકઅપને એગ્રી સેક્ટર, પોલ્ટ્રી અને ડેરી તેમજ એફએમસીજી અને ઈ-કોમર્સ સેક્ટરની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

ઈન્ટ્રા વી 20 દેશની પહેલી પિકઅપ છે જે બાય-ફ્યુઅલ એટલે કે સીએનજી અને પેટ્રોલ પર ચલાવી શકાય છે. 1000 કિલોની ભાર ઉઠાવવાની ક્ષમતા સાથે તેની મહત્તમ રેન્જ 700 કિલોમીટર છે. ઈન્ટ્રા વી 50ની મહત્તમ ભાર ઉઠાવવાની ક્ષમતા 1500 કિલો છે અને તે 1.5-લિટર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">