AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રૂપિયાનું નબળુ પ્રદર્શન યથાવત, અમેરિકી ડોલર સામે 91.38 થયો ! આટલા મોટા ઘટાડાનું શું કારણ હોઈ શકે છે?

આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 91.28 ના હમેશની જેમ જ નીચલા સ્તરે ખુલ્યો. જોકે, ટ્રેડિંગ ખૂલતાંની સાથે જ તેમાં વધુ ઘટાડો જોવા મળ્યો અને ડિસેમ્બરમાં તેના અગાઉના રેકોર્ડ નીચા સ્તરને વટાવીને પ્રતિ ડોલર 91.3838 પર સ્થિર થયો હતો.

Breaking News: રૂપિયાનું નબળુ પ્રદર્શન યથાવત, અમેરિકી ડોલર સામે 91.38 થયો ! આટલા મોટા ઘટાડાનું શું કારણ હોઈ શકે છે?
Image Credit source: AI
| Updated on: Jan 21, 2026 | 4:15 PM
Share

આજે માર્કેટ ખૂલતાંની સાથે જ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 91.28 ના સર્વકાલીન નીચલા સ્તરે ખુલ્યો છે. જોકે, માર્કેટતે દિવસની શરૂઆત માં જ નીચે તરફની ગતિ પકડી હતી અને જોવા જઈએ તો ડિસેમ્બરમાં તેના અગાઉના રેકોર્ડના પણ નીચલા સ્તરને વટાવીને 91.3838 પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે. નિષ્ણાતોના અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આજે આગળ વધતાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે અને તે સતત છઠ્ઠા દિવસે નબળો પડ્યાની સાથે જ તમામ એશિયન સાથીદારો કરતાં પણ ઓછો પરફોર્મ કરી રહ્યો છે.

આટલા મોટા ઘટાડાનું કારણ શું છે?

દુનિયામાં ચાલતી ઉથલપાથલ અને વિદેશી રોકાણકારો દ્વારા પૈસા પાછા ખેંચી લેવાને કારણે ભારતીય રૂપિયો અત્યારે દબાણ હેઠળ છે. ભલે ડોલર અન્ય દેશો સામે થોડો નબળો હોય, પણ ભારત માટે અત્યારે સાવચેતીભર્યું વાતાવરણ છે. રોકાણકારોએ ઉભરતા બજારની સંપત્તિમાં તેમનો રોકાણ ઘટાડ્યો છે. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશી મૂડીના પ્રવાહને કારણે સ્થાનિક શેરબજારમાં મંદીએ રોકાણકારોના સેન્ટિમેન્ટને વધુ ઢીલું પાડ્યું.

મંગળવારે, રૂપિયો અમેરિકન ડોલર સામે 7 પૈસા ઘટીને 90.97 ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો.

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય ?

સીઆર ફોરેક્સ એડવાઇઝર્સના એમડી અમિત પબારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટ્રેડ વોર વિશે વાતો શરૂ કરી અને ગ્રીનલેન્ડ માટેના પોતાના પ્રયાસો ફરી શરૂ કર્યા પછી બજારોમાં રોકાણકારો પહેલાથી જ ગભરાયેલા હતા. અમેરિકી ટ્રેઝરી યીલ્ડ ચાર મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગઈ, જ્યારે ડોલર બીજા દિવસે પણ ઘટ્યો – આ એ વાતનો સંકેત છે કે રોકાણકારો માત્ર જોખમ વિશે જ નહીં, પરંતુ બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે પણ મૂંઝવણમાં છે.”

પબારીએ વધુમાં જણાવ્યું હતું કે, “વૈશ્વિક અશાંતિ અને 91.07ની ઉપર સતત વધારો, ધીમે-ધીમે 91.70–92.00 ના ઝોન તરફ રસ્તો ખોલી શકે છે, જ્યાં સુધી RBIના સક્રિય હસ્તક્ષેપ દ્વારા તેને અટકાવવામાં ન આવે ત્યાં સુધી નીચલા સ્તરે, જો કોઈ સુધારો (પુલબેક) આવે છે, તો તેને 90.30–90.50 ની રેન્જમાં પ્રથમ ટેકો મળી શકે છે.” 16 ડિસેમ્બર, 2025 ના રોજ, રૂપિયો અમેરિકન ડોલર સામે તેના અગાઉના સૌથી નીચા ઇન્ટ્રા-ડે સ્તર 91.14 અને તેના સૌથી નીચા ક્લોઝિંગ સ્તર 90.93 પર પહોંચી ગયો હતો.

“આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે ડોલરની મજબૂતીને માપે છે, તે 0.05 ટકા ઘટીને 98.59 પર ટ્રેડ કરી રહ્યો હતો.”

વૈશ્વિક તેલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, ફ્યુચર્સ ટ્રેડમાં 1.11% ઘટીને USD 64.20 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટના મોરચે, શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 385.82 પોઈન્ટ ઘટીને 98.59 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 91.5 પોઈન્ટ ઘટીને 25,141 પર ટ્રેડ કરી રહ્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર, મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,938.33 કરોડના શેર વેચ્યા હતા.

શેર માર્કેટના લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">