Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : આજે શેરબજારમાં કમાણી કરવા માંગો છો? જાણો કયા શેરોમાં હલચલ દેખાઈ શકે છે

શેરબજારમાં છેલ્લા 3 સત્રથી તેજી જોવા મળી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બજેટ પરિબળ છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3 દિવસમાં રૂ 9.57 લાખ કરોડના વધારા સાથે રૂ 270.64 લાખ કરોડને પાર કરી ગયું છે.

Share Market : આજે શેરબજારમાં કમાણી કરવા માંગો છો? જાણો કયા શેરોમાં હલચલ દેખાઈ શકે છે
શેરબજાર ઘટાડા સાથે બંધુ થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:47 AM

બજેટ બાદ શેરબજારમાં તેજી જારી રહી છે. છેલ્લા 3 સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. બજેટ બજારને પ્રભાવિત કરવામાં સફળ થયું હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ રોકાણકારોમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે અને ખરીદી જોવા મળી છે. જો તમે પણ માર્કેટમાં પૈસા કમાવવાની તક શોધી રહ્યા છો અને એવા સ્ટોક્સ શોધી રહ્યા છો જ્યાં થોડીક હલચલ જોવા મળશે તો અમે તમને એવી કંપનીઓની માહિતી આપવા જઈ રહ્યા છીએ જે લાભ અપાવી શકે તેમ છે.

બજારમાં તેજીનું વલણ

શેરબજારમાં છેલ્લા 3 સત્રથી તેજી જોવા મળી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બજેટ પરિબળ છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 3 દિવસમાં રૂ 9.57 લાખ કરોડના વધારા સાથે રૂ 270.64 લાખ કરોડને પાર કરી ગયું છે. આ દરમિયાન સેન્સેક્સ 2,358 પોઈન્ટ ઉછળ્યો છે. જો તમે પણ આ તેજીમાં જોડાવા માંગતા હો તો તમે અમે સૂચવેલા શેરો પર નજર રાખી શકો છો અથવા તેને તમારી વોચ લિસ્ટમાં ઉમેરી શકો છો.

આ કંપનીઓના પરિણામો આવી રહ્યા છે

આજે મોટાભાગની એક્શન એ કંપનીઓના શેરોમાં જોવા મળી શકે છે જેના પરિણામ આવવાના બાકી છે. આજે ITC, ટાઇટન કંપની, લ્યુપિન, આદિત્ય બિરલા કેપિટલ, અદાણી પાવર, કેડિલા હેલ્થકેર, કોરોમંડલ ઇન્ટરનેશનલ, ઇમામી, ગેઇલ (ઇન્ડિયા), જેકે ટાયર, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ, એચસીસી, રેડિકો ખેતાન, વેલસ્પન અને વેસ્ટલાઇફ પરિણામ જાહેર કરશે.

સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?

મહત્વપૂર્ણ બેઠકો

આજે અને આવતીકાલે ઘણી કંપનીઓ રોકાણકારો અને વિશ્લેષકો સાથે મુલાકાત કરશે. તેમાં સીજી પાવર, સિમ્ફની, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, મુથૂટ કેપિટલ, ડીપ ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ થાય છે.

આ શેર ઉપર નજર રાખજો

ખબરોમાં રહેનારા ઘણા શેરોમાં આજે એક્શન અપેક્ષિત છે. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટનો પણ સમાવેશ થાય છે. કંપનીએ તેના પરિણામો જાહેર કર્યા છે. બીજી તરફ ટાટા કન્ઝ્યુમરે ક્વાર્ટર દરમિયાન તેના નફામાં વધારો નોંધાવ્યો છે. ત્રિવેણી એન્જિનિયરિંગનું પરિણામ પણ સારું આવ્યું છે. ટિમકેન ઈન્ડિયાના નફામાં વધારો જોવા મળ્યો છે. પંજાબ નેશનલ બેંકના સ્ટોકમાં આજે એક્શન શક્ય છે. HSBC ઈન્સ્યોરન્સ કેનેરા HSBC OBC લાઈફ ઈન્સ્યોરન્સમાં બેંકનો હિસ્સો ખરીદવા જઈ રહી છે. ક્યુપિડ અને ભારત ડાયનેમિક્સના કારણે નવી ડીલ્સ એક્શનમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Budget 2022 : દેશમાં ડેફિસિટ બજેટ રજૂ થાય છે, જાણો આ બજેટની સામાન્ય માણસ ઉપર શું પડે છે અસર

આ પણ વાંચો : Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો તમને કોઈ છેતર્યા તો નથી ને!!!

g clip-path="url(#clip0_868_265)">