AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61400 ને પાર પહોંચ્યો

સોમવારે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 145 પોઈન્ટની નજીક વધીને 60,967 પર બંધ થયો છે. નિફ્ટી 11 પોઈન્ટ વધીને 18125 પર બંધ રહ્યો હતો. બેન્ક અને ફાઈનાન્સિયલ શેરોમાં સારો વેપાર થયો હતો.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61400 ને પાર પહોંચ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 10:02 AM
Share

સોમવારના કારોબારની તેજીને આગળ વધારતા ભારતીય શેરબજારમાં આજે પણ કારોબાર લીલા નિશાન ઉપર થઇ રહ્યો છે. આજે સેન્સેક્સ 60,997.90 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 18,154.50 ની સપાટી પર કારોબારની શરૂઆત કરી હતી. ગઈકાલે સેન્સેક્સ 60,967.05 ઉપર બંધ થયો હતો જે આજે પ્રારંભિક કારોબાર દરમ્યાન ઉપલા સ્તરે61,400 સુધી નજરે પડ્યો હતો જયારે 60,997.90 સુધી નીચલી સપાટીએ જોવા મળ્યો હતો.નિફટીનું આજનું ઉપલું સ્તર 18,265નોંધાયું હતું જયારે આજની નીચલી સપાટી 18,148.45 દેખાઈ હતી.

મજબૂત વૈશ્વિક સંકેત ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો આજે મજબૂત દેખાઈ રહ્યા છે. અમેરિકાના મુખ્ય બજારોએ સોમવારે રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો હતો. આજે એશિયન બજારોમાં પણ જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે. સોમવારે US બજારોમાં ડાઉ જોન્સ અને S&P 500 રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. નાસ્ડેકમાં પણ 137 પોઈન્ટનો અદભૂત વધારો જોવા મળ્યો હતો. ટેક શેર અને એનર્જી શેરને પણ બજારનો મજબૂત ટેકો મળ્યો હતો. આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને એપલના પરિણામો આ અઠવાડિયે આવવાના છે. સારી કમાણી થવાની આશામાં શેરોમાં ખરીદી થઈ રહી છે. બીજી તરફ એશિયન બજારોમાં પણ આજે સારી ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટી અને નિક્કી સહિતના ઇન્ડેક્સ તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સોમવારે યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

સોમવારે બજારમાં તેજી રહી હતી સોમવારે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 145 પોઈન્ટની નજીક વધીને 60,967 પર બંધ થયો છે. નિફ્ટી 11 પોઈન્ટ વધીને 18125 પર બંધ રહ્યો હતો. બેન્ક અને ફાઈનાન્સિયલ શેરોમાં સારો વેપાર થયો હતો. ત્રિમાસિક પરિણામો પછી ICICI બેન્કના શેરમાં મજબૂત તેજી જોવા મળી હતી અને તે 12 ટકાના વધારા સાથે બંધ થયો હતો. ટોપ ગેઇનર્સમાં ICICI બેંક, AXIS બેંક, ટેક મહિન્દ્રા, SBI, DRREDDY અને M&Mનો સમાવેશ થયો હતો.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O હેઠળ આજે NSE પર 6 શેરોનું ટ્રેડિંગ થશે નહીં. તેમાં Escorts, Indiabulls Housing Finance, Indian Energy Exchange, NMDC, SAIL અને Sun TV Networkનો સમાવેશ થાય છે.

આ કંપનીઓના પરિણામ આજે જાહેર થશે આજે કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવાની છે. આ કંપનીઓમાં Bajaj Finance, Kotak Mahindra Bank, Axis Bank, Canara Bank, PI Industries, ABB India, Cipla, Ambuja Cements, Birlasoft, Central Bank of India, Gati, IRB Infra, Mahanagar Gas, Symphony, Torrent Pharma અને Zensar Techનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારના વેપારમાં બજારમાંથી રૂ 2,459.10 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ ગઈકાલના ટ્રેડિંગમાં 2390.23 કરોડની ખરીદી કરી હતી.

આ પણ વાંચો :  7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

આ પણ વાંચો :  IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">