Sarup Singh Profile: ઉચ્ચ શૈક્ષણિક કારર્કિર્દી ધરાવતા સરૂપ સિંહ હતા ગુજરાત અને કેરળના રાજ્યપાલ

Sarup Singh Gujarat Governor Full Profile in Gujarati: લોકદળ પક્ષના હરિયાણાથી વર્ષ 1978-1984 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં તેમને ડિસેમ્બર 1990માં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

Sarup Singh Profile: ઉચ્ચ શૈક્ષણિક કારર્કિર્દી ધરાવતા સરૂપ સિંહ હતા ગુજરાત અને કેરળના રાજ્યપાલ
Sarup Singh Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:44 AM

સરૂપ સિંહ (Sarup Singh)લોકદળ પક્ષના હરિયાણાથી વર્ષ 1978-1984 દરમિયાન રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં તેમને ડિસેમ્બર 1990માં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1995 સુધી આ પદ સંભાળ્યું હતું અને અગાઉ તેઓ કેરળના રાજ્યપાલ હતા. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (1975-1978)ના સભ્ય પણ રહ્યા અને હરિયાણાથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને  ગુજરાત તેમજ કેરળના રાજયપાલ (Gujarat Governor)પણ બન્યા  હતા.

અંગત જીવન અને શિક્ષણ (Personal Life And Education)

સરુપ સિંહ નો જન્મ 9 જાન્યુઆરી 1917માં થયો હતો અને તેમનું નિધન 4 ઓગસ્ટ 2003માં થયું હતું. હરિયાણાના રોહતક જિલ્લાના સાંઘી ગામમાં જન્મેલા, સરૂપ સિંહે ચોથા ધોરણ સુધીનો અભ્યાસ તેમના વતન ગામમાં કર્યો અને 1934માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક અને 1936માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇન્ટરમીડિયેટ આર્ટસ પૂર્ણ કર્યું. તેમણે બી.એ. દિલ્હીની રામજસ કોલેજ (1938)માંથી અંગ્રેજીમાં (ઓનર્સ) અને ત્યારબાદ 1940માં અંગ્રેજીમાં M.A. થયા હતા. તેઓ દિલ્લીની કિરોડીમલ કોલેજમાં ફેકલ્ટી મેમ્બર રહ્યા અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીમાં (1971-74)ના વાઇસ-ચાન્સેલર બન્યા હતા. તેઓ 12 ફેબ્રુઆરી 1990 થી 20 નવેમ્બર 1990 સુધી કેરળના રાજ્યપાલ રહ્યા.

રાજકીય કારર્કિર્દી(Political Career)

તેઓ લોકદળ પક્ષના હરિયાણા (1978-1984)થી રાજ્યસભાના સભ્ય હતા. બાદમાં તેમને ડિસેમ્બર 1990માં ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1995 સુધી આ પદ સંભાળ્યું હતું અને અગાઉ તેઓ કેરળના રાજ્યપાલ હતા. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન  વર્ષ 1975થી 1978 દરમિયાન સભ્ય પણ રહ્યા અને હરિયાણાથી રાજ્યસભાના સભ્ય વર્ષ 1978-1984 દરમિયાન બન્યા હતા.

સિંઘે 1940 માં હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેમણે એક દાયકાથી વધુ સમય સુધી વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહ્યા હતા. 1961માં, જ્યારે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેઓ તેના પ્રથમ વડા બન્યા હતા. ત્યારબાદ 1965માં તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને હેડ બન્યા. આખરે, જાન્યુઆરી, 1971માં તેમને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણામાં તેમની જન્મજયંતિ પર “ડૉ. સરુપ સિંહ પ્રવચનો”નું પણ આયોજન કર્યું હતું,

Latest News Updates

પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ