Padmanabha Balakrishna Acharya Profile: ઉત્તર પૂર્વના આદિવાસી બાળકો માટે સક્રિય કામ કરનારા રાજયપાલ
Padmanabha Balakrishna Acharya Gujarat Governor Full Profile in Gujarati:પદ્મનાભ બાલક્રીષ્ન આચાર્યએ ઘણા રાજ્યોમાં રાજયપાલ તરીકે જવાબદારી સંભાળી હતી. ઉત્તર પૂર્વ ભારતમાં દિલ્હી યુનિવર્સિટીની જ્ઞાનોદય એક્સપ્રેસ કોલેજ ઓન વ્હીલ્સની શરૂઆત કરવાનો શ્રેય તેમને આપવામાં છે.

પદ્મનાભ બાલક્રીષ્ન આચાર્ય (Padmanabha Balakrishna Acharya) ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો જેવા કે: અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડના પ્રભારી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1995-2002 સુધી ભાજપના અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી પણ હતા. આચાર્ય બાલક્રીષ્ન ઉત્તર પૂર્વના આદિવાસી બાળકો માટે (ABVP )ના પ્રોજેક્ટ માય હોમ ઈઝ ઈન્ડિયામાં સક્રિય રીતે કામ કરતા હતા. અને તેમનું ઘર વિદ્યાર્થીઓને પોતાના ઘર સમાન જ લાગતું હતું. તેમણે આદિજાતિ રાષ્ટ્રવાદી નેતાઓ ઉપર 10 પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી હતી. તેમણે ત્રિપુરા, નાગાલેન્ડ અને ગુજરાત(Gujarat Governor) સહિત ણઘા રાજ્યોમાં રાજ્યપાલ પદની જવાબદારી સંભાળી હતી.
અંગત જીવન (Personal Life)
પદ્મનાભ બાલકૃષ્ણ આચાર્ય નો જન્મ 8 ઑક્ટોબર 1931માં કર્ણાટકના ઉડુપી જિલ્લામાં થયો હતો. થયો હતો. તેમના પિતાનું નામ બાલકૃષ્ણ અને માતાનું નામ રાધા આચાર્ય હતું.
શિક્ષણ (Education)
તેમણે ક્રિશ્ચિયન હાઈસ્કૂલ, ઉડુપીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું હતું. તેમણે 1949માં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજ (MGM કૉલેજ), ઉડુપીમાં અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી, તેમણે મુંબઈમાં કામ કર્યું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે પણ તેઓ સંકળાયેલા હતા અને મુંબઈ યુનિવર્સિટીના સેનેટના સભ્ય હતા. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી લીધી હતી. ઉત્તર પૂર્વ ભારતમાં દિલ્હી યુનિવર્સિટીની જ્ઞાનોદય એક્સપ્રેસ કોલેજ ઓન વ્હીલ્સની શરૂઆત કરવાનો શ્રેય તેમને આપવામાં છે.
રાજકીય કારર્કિર્દી(Political Career )
રાજ્યપાલ બનતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિવિધ હોદ્દા પર હતા. 1980માં શ્રી પી.બી. આચાર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેઓ 1987માં ઉત્તર પશ્ચિમ બોમ્બેમાં બીજેપી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને બાદમાં 1989માં મુંબઈ બીજેપીના કમિટી મેમ્બર બન્યા હતા. 1991માં, તેઓ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો -અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડના પ્રભારી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1995-2002 સુધી ભાજપના અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી પણ હતા. 2002માં તેઓ કેરળ અને લક્ષદ્વીપ અને 2005માં તમિલનાડુના ચાર્જ સાથે રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય હતા. આચાર્ય એસસી/એસટી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા સંપર્ક સેલના રાષ્ટ્રીય પ્રભારીના સહ-સંયોજક હતા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ત્રિપુરાના ગવર્નર વક્કોમ પુરૂષોતમનનું રાજીનામું સ્વીકાર્યા પછી બાલક્રીષ્ન આચાર્યને 14 જુલાઈ 2014 ના રોજ નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ત્યાં રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2019 માં સમાપ્ત થયો. તેઓ 21 જુલાઈ 2014 થી 19 મે 2015 સુધી ભારતના ત્રિપુરા રાજ્યના રાજ્યપાલ પણ હતા. તેમને 26 જાન્યુઆરી 2017ના રોજ ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. જુલાઈ 2019 માં થોડા અઠવાડિયા માટે નજમા હેપતુલ્લાની ગેરહાજરીમાં તેમને મણિપુરના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. તો ગુજરાતના કાર્યકારી રાજયપાલ તરીકે 16/01/1999 થી 17/03/1999 ગુજરાતનો હવાલો સંભાળ્યો હતો.