AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Margaret Alva Profile: રાજીવ ગાંધીની સરકાર દરમિયાન મહિલાઓ માટે 33 ટકા અનામતની દરખાસ્ત કરી રજૂ, જે કાયદો બની

માર્ગારેટ આલ્વાએ (Margaret Alva )એ પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી. જે 1993માં કાયદો બની હતી.

Margaret Alva Profile: રાજીવ ગાંધીની સરકાર દરમિયાન મહિલાઓ માટે 33 ટકા અનામતની દરખાસ્ત  કરી રજૂ, જે કાયદો બની
Margaret Alva Gujarat Governor Full Profile In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 8:12 AM
Share

માર્ગારેટ આલ્વા (Margaret Alva )ગુજરાતના રાજ્યપાલ (Governor)પદે રહી ચૂકયા હતા. તે સિવાય તેઓએ ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે પણ સેવારત રહી ચૂક્યા હતા. માર્ગેરેટ આલ્વાની રાજકીય કારર્કિર્દી ઘણી લાંબી રહી છે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા તરીકે જવાબદારી સંભાળતા હતા. તો તેમના પરિવારમાંથી તેમના સાસુ પણ 1960ના દાયકામાં રાજયસભામાં સ્પીકર રહી ચૂક્યા હતા. ખાસ તો માર્ગારેટ આલ્વાએ  પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી. જે 1993માં કાયદો બની હતી. તે માટે તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે.  તેમણે 8જૂલાઇ  2014માં  ગુજરાતના  રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળી હતી. તે સમયે તેમને રાજસ્થાનના ગર્વનર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવામાં એક મહિનાની વાર હતી

અંગત જીવન (Personal Life)

માર્ગારેટ આલ્વા née Margaret Nazarethv નો જન્મ જન્મ 14 એપ્રિલ 1942ના રોજ કર્ણાટકના મેંગ્લોર ખાતે રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. તેમણે 24 મે 1964ના રોજ નિરંજન થોમસ આલ્વા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીના એક પુત્રી અને ત્રણ પુત્રો છે.

શિક્ષણ (Education)

તેમણે બેંગ્લોરમાંથી BA અને તે જ શહેરની સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓએ તેમના કોલેજ સમય દરમિયાન વિવિધ ડિબેટમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

રાજકીય કારર્કિર્દી(Political Career)

માર્ગારેટ આલ્વાએ વકીલ તેમના કામને ઘણું વિસ્તાર્યું હતુ. સા થે જ તેમણે યંગ વુમન્સ ક્રિશ્ચિયન એસોસિએશનની પ્રમુખ બન્યા હતા.આ સંસ્થા બાળકો મહિલાઓ માટે કામ કરતી હતી. તેમણે રાજકારણમાં પ્રવેશવા માટે તેમને પતિ સહિત સાસુ સસરાએ ઘણું પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. તેમણે સાસુ વાયોલેટ આલ્વાના નિધન બાદ 1969માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. અને ઇન્દિરા ગાંધીના માર્ગદર્શન હેઠળ કર્ણાટક માટે કામ કર્યું. 1975 અને 1977 વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત સચિવ તરીકે અને 1978 અને 1980 દરમિયાન કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે સેવા આપી હતી.

એપ્રિલ 1974માં, અલ્વા કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. આ સમય દરમિયાન, તેમણે સંસદીય બાબતો (1984-85) અને યુવા અને રમતગમત અને મહિલા અને બાળ વિકાસ માટેના મંત્રાલયોમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, થોડા સમય માટે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી પણ રહ્યા હતા.

તો 1985 – 1989 વચ્ચે,માર્ગારેટ આલ્વાએ રાજીવ ગાંધીની આગેવાની હેઠળની સરકારમાં મહિલાઓ માટે વિવિધ વિકાસ નિગમો માટે દરખાસ્તો કરી હતી, પંચાયતી રાજ (સ્થાનિક સરકાર)ની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત હોવી જોઈએ તેવી તેમણે 1989ની દરખાસ્ત મૂકી હતી જે 1993માં કાયદો બની હતી

6 ઓગસ્ટ 2009ના રોજ માર્ગારેટ અલ્વા ઉત્તરાખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેઓ મે 2012 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજસ્થાનના ગર્વનર બન્યા હતા. ત્યાર બાદ ગોવા અને ગુજરાતના ગવર્નર તરીકે પણ સફળ કાર્યાભાર સભાળ્યો હતો.

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">