Mahipal Shastri Profile: જનતાદળના સભ્ય તરીકે મહિપાલ શાસ્ત્રી હતા સક્રિય
Mahipal Shastri Yadav Gujarat Governor Full Profile in Gujarati: મહિપાલ શાસ્ત્રી 2 મે 1990 થી 20 ડિસેમ્બર 1990 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ હતા. તેઓ રાજકીય કારર્કિર્દી દરમિયાન લોકસભાના સભ્ય રહ્યા હતા

મહિપાલ સિંહ (Mahipal Shastri )શાસ્ત્રી 2 મે 1990 થી 20 ડિસેમ્બર 1990 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ (Gujarat Governor) હતા. તેઓ મહિપાલ શાસ્ત્રી તેમજ મહિપાલ સિંહ શાસ્ત્રી યાદવ તરીકે પણ જાણીતા હતા. તેઓ રાજકીય કારર્કિર્દી દરમિયાન લોકસભાના સભ્ય રહ્યા હતા તેમનો જન્મ 19 જાન્યુઆરી 1924ના રોજ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયો હતો. તેમના પરિવારમાં તેમના પત્ની શ્રીમતી ધારા શાસ્ત્રી તથા બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે.
તેઓ રાજકીય કારર્કિર્દી દરમિયાન લોકસભાના સભ્ય રહ્યા હતા અને 2જી મેથી 20 ડિસેમ્બર 1990 સુધી જનતા દળ સરકારમાં ગુજરાતના રાજ્યપાલ હતા. જ્યારે વી.પી. સિંહની સરકાર પડી ભાંગી અને ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા, ત્યારે મહિપાલ શાસ્ત્રીએ વિલંબ કર્યા વિના રાજીનામું આપ્યું અને લખનૌ ચાલ્યા ગયા હતા. ગુજરાતના મોટા ભાગના રાજ્યપાલની જેમ જ મહિપાલ શાસ્ત્રી પણ શૈક્ષણિક ક્ષેત્રમાં સક્રિય હતા.