વડોદરા કોંગ્રેસના નેતા પ્રશાંત પટેલના રાજીનામાની માગણી કરાઈ તો કહ્યું કે, પહેલા રાહુલ ગાંધી પછી હુું
લોકસભાની ચુંટણીમાં પરાજય બાદ હવે કોગ્રેસમાં કકળાટ શરૂ થઇ ચુક્યો છે. વડોદરા લોકસભા બેઠક પર ઐતિહાસીક હાર મેળવ્યા બાદ વડોદરા કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ સામે હવે પાર્ટીમાં જ બળવો શરૂ થઇ ચુક્યો છે. અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલે પ્રશાંત પટેલનુ રાજીનામુ માંગ્યુ છે. અને તેઓ જો રાજીનામું નહીં આપે તો પ્રદેશમાં તેની […]
લોકસભાની ચુંટણીમાં પરાજય બાદ હવે કોગ્રેસમાં કકળાટ શરૂ થઇ ચુક્યો છે. વડોદરા લોકસભા બેઠક પર ઐતિહાસીક હાર મેળવ્યા બાદ વડોદરા કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ સામે હવે પાર્ટીમાં જ બળવો શરૂ થઇ ચુક્યો છે. અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલે પ્રશાંત પટેલનુ રાજીનામુ માંગ્યુ છે. અને તેઓ જો રાજીનામું નહીં આપે તો પ્રદેશમાં તેની રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નરેન્દ્ર જયસ્વાલનું માનવું છે કે, પ્રશાંત પટેલ સંગઠનને સાથે રાખીને ચાલવામાં નિષ્ફળ રહ્યા છે. અને તેથી જ વિધાનસભાથી માંડીને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વડોદરામાં કારમી હાર થઇ છે. જોકે બીજી તરફ પ્રશાંત પટેલે ટ્વીટ કરીને જો રાહુલ ગાંધી રાજીનામું આપશે તો તેઓ પણ રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે. જોકે આ મામલે પૂછતા તેઓએ સ્વીકાર્યુ હતું કે પાર્ટીના શહેર પ્રમુખ બનીને કામ કરવા કરતા કાર્યકર બનીને કામ કરવુ વધુ પસંદ કરશે.