વિજય રૂપાણીએ કહ્યુ, ગુજરાતમાં લોકડાઉન નહી લદાય, સુરતમાં ભાજપ દ્વારા વિતરણ કરાતા 5000 રેમડિસીવીર ઈન્જેકશન માટે પ્રદેશ પ્રમુખને પુછો

સુરતમા ભાજપ દ્વારા 5000 રેમડિસીવીર ઈન્જેકશન ક્યાથી લવાયા તેની જાણ મને નથી તેમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ઈન્જેકશન બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પુછવા કહ્યુ.

| Updated on: Apr 10, 2021 | 12:16 PM

ગુજરાતમાં રાજ્ય સરકાર લોકડાઉન (lockdown) લાદવાની નથી તેવી સ્પષ્ટતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ( vijay rupani) કરતા કહ્યું છે કે રાજ્યના 20 શહેરોમાં 24માંથી 10 કલાકનો કરફ્યુ નાખ્યો છે. લોકો જ સ્વયંભૂ લોકડાઉન સ્વીકારે તેને સરકાર આવકારશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ, સી આર પાટીલે સુરતના નાગરીકોની ચિંતા કરીને રેમડિસીવીર ઈન્જેકશન આપવાની વ્યવસ્થા કરી છે તેમાં સરકારે સી આર પાટીલને કોઈ ઈન્જેકશન ફાળવ્યા નથી. તેમણે 5000 રેમડિસીવીર ઈન્જેકશનની વ્યવસ્થા કેવી રીતે કરી છે. તે સી આર પાટીલ જ જણાવશે. બાકી રાજ્ય સરકારે ઈન્જેકશન માટે કરેલ વ્યવસ્થા આ નથી. ઈન્જેકશન અંગે સરકારે અલગ વ્યવસ્થા કરેલ છે. અને સુરતમાં ભાજપે પણ અલગ વ્યવસ્થા ગોઠવી છે. આ ઈન્જેકશનો કેવી રીતે લાવ્યા ક્યાથી લાવ્યા તે સી આર પાટીલ જ કહી શકશે. તેમ મુખ્યપ્રધાને કહ્યું હતું.

લોકડાઉન નહીઃ

ગુજરાતમાં 24માંથી 10 કલાકનો કરફ્યુ 20 શહેરમાં લગાવ્યો છે. રોજનું રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. લોકો બિનજરૂરી બહાર ના નિકળે તેની પણ ચિંતા કરફ્યુ નાખીને કરી છે. લોકડાઉન લગાવવાનું નથી.( no lockdown ) શનિવાર અને રવિવારે સ્વયંભુ બજાર બંધ રાખવાના નિર્ણય વિવિધ સંસ્થાઓ, ગામ, એસોસિએશનો, વેપારી મંડળો, મહામંડળોએ કર્યા છે તે આવકાર્ય છે. લોકો સ્વૈચ્છીક લોકડાઉન રાખે તે સૌના હિતાવહ હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.

મૃત્યુઆંક છુપાવાતો નથી

અમદાવાદમાં જે લોકો અનેક લોકોના સંપર્કમાં આવે છે તેવા સુપર સ્પ્રેડરના કોરોનાનું પરિક્ષણ કરવામાં આવે છે. કોરોનાથી મૃત્યુ પામેલાઓના આંક છુપાવવાથી સરકારને કોઈ લાભ નથી. કોરોનાના જે કોઈ દર્દી સરકારી ચોપડે નોંધાય છે તે અમે જાહેર કરીએ જ છીએ. મૃત્યુમાં પ્રાઈમરી અને સેકન્ડરી રીઝનને ધ્યાને લેવાય છે. અન્ય રોગ હોય અને તેવા દર્દીઓ મૃત્યુ પામે તો તેવા દર્દીઓ પછી ભલે કોરોનાની સારવાર માટે દાખલ થયો હોય પરંતુ તેમનુ મૃત્યુ હ્રદયરોગ, કિડની, ડાયાબીટીશ સહીતના અન્ય રોગને કારણે થતા હોવાનું જાહેર કરાય છે. 2018, 2019 અને 2020ના વર્ષમાં મૃત્યુ પામેલાઓના મહિનાવાર આંકડાઓ ચકાસજો તો પણ આપને ખબર પડશે કે, મૃત્યુઆક છુપાવાઈ નથી રહ્યો.

પૂરતો ઓક્સિજન છે

કોરોનાના જે કેસમાં તકલીફ થાય છે તેમાં ઓક્સિજન આપવામાં આવે છે. ફેફસામાં તકલીફ થાય છે. તેથી ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. કુલ ઉત્પાદન અને તેમાથી પ્રથમ પ્રાયોરીટી હોસ્પિટલોને આપવાની તાકીદ કરાઈ છે. હાલ ઓક્સિજનનું ગમે એટલો વપરાશ વધે પણ તેનાથી ચિંતા નથી જરૂરીયાત મુજબનો ઓક્સિજન મળી રહેશે. અમદાવાદમાં કેડીલા ઝાયડસ સિવાય સરકારે ઓછામાં ઓછા 25000 ઈન્જેકશન સરકારી સ્તરે આપ્યા હોવાનું પણ મુખ્યપ્રધાને જણાવ્યુ હતું.

સરકારને દંડમાં નહી લોકોના સ્વાસ્થ્યમાં રસ

માસ્ક નહી પહેર્યો હોય તેમની સામે કડકાઈથી કામ કરવા પોલીસતંત્રને સુચના આપી છે. સરકારને કોઈના દંડની રકમમાં રસ નથી માસ્ક પહેરીને લોકો પોતાના અને બીજાના સ્વાસ્થયની ચિંતા કરે અને માસ્ક પહેરે તેના માટે કડકાઈ દાખવી રહ્યી છે. પોલીસ તંત્રને આદેશ કરાયો છે જે લોકોએ માસ્ક ના પહેર્યા હોય તેમની પાસેથી 1000નો દંડ વસૂલવો. ગુજરાત હાઈકોર્ટે પણ આવો જ આદેશ આપ્યો છે. તેનુ પાલન સરકાર કરી રહી છે.

બિનજરૂરી રેમડિસીવીર નુકસાનકારક

રેમડીસીવીર ઈન્જેકશનની માત્રા વધારી હોવાનું કહીને મુખ્યપ્રધાને કહ્યું કે સુરતમાં કિરણ હોસ્પિટલમાં 10,000 આપ્યા છે. સુરતની સરકારી હોસ્પિટલમાં પણ 2000 ઈન્જેક્શન રાત્રે જ મોકલ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં કિરણ હોસ્પિટલ રેમડિસીવર ઈન્જેકશનનું વિતરણ કરશે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહીતના જિલ્લામાં સરકાર ઈન્જેકશન આપી રહી છે. 88000 ઈન્જેકશનની વ્યવસ્થા કરી છે. વધુ 3 લાક ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યા છે. બિનજરૂરી ઈન્જેકશન લેવાથી શરીરને નુકસાન થઈ રહ્યું હોવાનું નિષ્ણાંત તબીબોએ કહ્યું છે.

 

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">