Tamilnadu Election 2021: કોરોના સંક્રમિત કનીમોઝીએ PPE કીટ પહેરીને આપ્યો વોટ

ડીએમકે અધ્યક્ષ સ્ટેલિને તેના પિતા અને પાર્ટીના વરિષ્ઠ નેતા એમ કરુણાનિધિ અને પાર્ટીના સંસ્થાપક સી.એન અન્નદુરાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરીને મતદાન કર્યું હતું.

Tamilnadu Election 2021: કોરોના સંક્રમિત કનીમોઝીએ PPE કીટ પહેરીને આપ્યો વોટ
Corona-positive-Kanimozhi
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 06, 2021 | 10:57 PM

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી (Tamilnadu Election 2021)  મંગલવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જોકે આ દરમ્યાન રાજ્યમાં ક્યાક છૂટા છવાયા હિંસાના સમાચાર આવ્યા હતા પરંતુ કોઈ મોટી ઘટનાની જાણકારી મળી નહોતી. આ વખતે  પણ મતદાતાઓએ હોંશે હોંશે મતદાન કર્યું હતું. આ બધાની વચ્ચે કોરોનાના સામે લડી રહેલા ડીએમકે નેતા અને લોકસભા સાંસદ કનીમોઝી (Kanimozhi DMK)એ મતદાન કેન્દ્ર પર PPE કીટ પહેરીને મતદાન કર્યું હતું.

હોસ્પીટલમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલી કોરોના સંક્રમિત ડીએમકે નેતા કનીમોઝી એમ્બ્યુલન્સ મારફતે અહી મતદાન કેન્દ્ર પર પહોચી હતી. તે PPE કીટ પહેરીને આવી હતી અને તેને મતદાન કર્યું હતું. કનીમોઝી આ જ મહિનાની 3જી એપ્રિલે કોરોના સંક્રમિત થઈ હતી. કનીમોઝી સિવાય અન્ય બીજા ઘણા કોરોના સંક્રમિત લોકોએ પણ મતદાનમાં ભાગ લધો હતો.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

કોરોના  વાયરસથી સંક્રમિત લોકોના આવ્યા પહેલા મતદાન કેન્દ્ર પર હાજર સૌ કર્મચારીઓએ PPE કીટ પહેરીને મતદાન કર્યું. ત્યાર બાદ સમગ્ર મતદાન પરિસરને સેનિટાઈઝ કરવાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત અને શંકાસ્પદ કેસ વાળા લોકોને છેલ્લી એક કલાક મતદાન માટે ફાળવવામાં આવી હતી (સાંજે 6 થી 7)

કોરોનથીયા સંક્રમિત થયેલા લોકો કે જેને PPE કીટ પહેરીને મતદાન કર્યું હોય તેની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. ડીએમકે અધ્યક્ષ સ્ટેલિને તેના પિતા અને પાર્ટીના વરિષ્ઠ નેતા એમ કરુણાનિધિ અને પાર્ટીના સંસ્થાપક સી.એન અન્નદુરાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરીને મતદાન કર્યું હતું. જ્યારે મક્કલ નિધિ મૈયમના અધ્યક્ષ કમલ  હસનને (Kamal Hasan) કોયમ્બતુરમાં મતદાન કર્યું હતું. તેને પહેલી વાર ચુંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. કોંગ્રેસનાં નેતા પી ચિદમ્બરમ, ડીએમડિકે નેતા પી વિજયકાંત, નામ તમિલાર કાચી તેના સીમાન, પીએમકે સાંસદ એ રામદાસ સહિત અન્ય નેતાઓએ મતદાન કર્યું

આ પણ વાંચો : ELECTION 2021 : આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું મતદાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">