ELECTION 2021 : આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું મતદાન

ELECTION 2021 : આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું જયારે કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થયું.

ELECTION 2021 : આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું મતદાન
ફોટો સોર્સ : CEO ASSAM
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 9:45 PM

ELECTION 2021 : દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે 6 એપ્રિલે આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં મતદાન પૂર્ણ થતાની સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થયું જયારે કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં વિધાનસભાની તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે 2 મેં ના રોજ પશ્ચિમ બંગાળ અને આસામ સાથે જ કેરળ, તમિલનાડુ અને પોંડીચેરીમાં પરિણામ સામે આવશે. આવો જાણીએ ક્યાં કેટલું મતદાન થયું.

આસામમાં ત્રીજા તબક્કામાં 82.39 ટકા મતદાન થયું આસામ વિધાનસભા ચૂંટણી (Assam assembly election 2021)માં આજે 6 એપ્રિલે ત્રીજા અને અંતિમ તબક્કા અંતર્ગત આસામ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ ક્ષેત્રના 16 જિલ્લાઓમાં આસામની 40 બેઠકો પર મતદાન થયું. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ આસામમાં ત્રીજા તબક્કામાં 82.39 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. શાસક પક્ષ ભાજપ અને તેના સાથી પક્ષોને તેમની જીત અંગે વિશ્વાસ છે, જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ પણ સફળતાના દાવા કરી રહ્યા છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આ 40 માંથી 11 બેઠકો જીતી હતી.

હેમંત બિસ્વા સરમાનો દાવો – BJP 90 બેઠકો જીતશે  આસામ સરકારના મંત્રી અને ભાજપના ઉમેદવાર હેમંત બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે ત્રીજા તબક્કાની 40 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપ પાસે જશે. આ સંખ્યા આ કરતાં વધુ હોઈ શકે છે. અમે આ ચૂંટણીઓમાં વધુ બેઠકો જીતીશું. તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં અમે 84 બેઠકો જીતી હતી. આ વખતે અપેક્ષા છે કે અમે 90 બેઠકો ચોક્કસપણે જીતીશું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેરળમાં 72.09 ટકા મતદાન થયું કેરળ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે આજે 6 એપ્રિલે એક જ ચરણમાં મતદાન યોજાયું હતું. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ કેરળમાં 72.09 ટકા જેટલું મતદાન થયું છે.

કેરળમાં ભારતીય જનતા પાર્ટી દસ બેઠકો જીતશે : નલિન ભાજપના કર્ણાટક એકમના અધ્યક્ષ નલિનકુમાર કટિલે મંગળવારે દાવો કર્યો હતો કેકેરળ વિધાનસભા ચૂંટણી 2016માં એક બેઠક જીતીને ખાતું ખોલનાર ભારતીય જનતા પાર્ટી આ વર્ષે ઓછામાં ઓછી દસ બેઠકો જીતી લેશે. પુત્તુરમાં પત્રકારોને સંબોધન કરતાં ભાજપ નેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષ માંજેશ્વર અને કાસારગોદ વિધાનસભા બેઠકો જીતશે. ભાજપના કેરળ રાજ્ય પ્રમુખ કે સુરેન્દ્રન માંજેશ્વરથી પાર્ટીના ઉમેદવાર છે.

પોંડીચેરીમાં 81.64 ટકા મતદાન થયું પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે આજે 6 અપ્રિલના રોજ એક જ ચરણમાં મતદાન યોજાયું હતું. VOTER TURN OUT એપ્લીકેશન મુજબ પોંડીચેરીમાં 81.64 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે.

તમિલનાડુમાં 68.80 ટકા મતદાન થયું તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 (Tamilnadu Assembly Election 2021)ની વિગતો જોઈએ તો કેરળ અને પોંડીચેરીની જેમ જ તમિલનાડુમાં 30 વિધાનસભા બેઠકો માટે આજે 6 એપ્રિલે એક જ ચરણમાં મતદાન યોજાયું છે.VOTER TURN OUT એપ્લીકેશન મુજબ તમિલનાડુમાં 68.80 ટકા જેટલું મતદાન થયું છે, જે કેરળ અને પોંડીચેરી કરતા ઓછું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">