ચૂંટણી જીત્યા પછી સ્મૃતિ ઈરાની 14 કિલોમીટર ખુલ્લા પગે ચાલીને પહોંચ્યા આ મંદિરે, સોશિયલ મીડિયા પોસ્ટથી થયો ખૂલાસો
લોકસભાની ચૂંટણીમાં અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીને હરાવ્યા બાદ હવે સ્મૃતિ ઈરાની સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાની 14 કિમી ચંપલ વગર જ ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. તેમની આ ખુલ્લા પગની યાત્રાને લઈને એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે. અમેઠી લોકસભાની ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે સ્મૃતિ ઈરાની મંદિરોના દર્શને […]
લોકસભાની ચૂંટણીમાં અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીને હરાવ્યા બાદ હવે સ્મૃતિ ઈરાની સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાની 14 કિમી ચંપલ વગર જ ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. તેમની આ ખુલ્લા પગની યાત્રાને લઈને એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે.
અમેઠી લોકસભાની ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે સ્મૃતિ ઈરાની મંદિરોના દર્શને જઈ રહ્યાં છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર એકતા કપૂરે કર્યો છે અને લખ્યું કે સિદ્ધિવિનાયક સુધી 14 કિમી ચાલ્યા બાદ ગ્લો. આ પોસ્ટ પર સ્મૃતિ ઈરાનીએ જવાબ પણ આપ્યો છે કે આ ભગવાનની ઈચ્છા હતી અને ભગવાન દયાળું છે.
એકતા કપૂરે આ વીડિયો પણ શેર કર્યો છે અને લખ્યું કે સ્મૃતિ તમે પગપાળા ચાલીને ચાલીને ગયા આ તમારી ઈચ્છાશક્તિ છે. ઉલ્લેખનીય છે સ્મૃતિ ઈરાની જે સીરીયલથી લાઈમ લાઈટમાં આવ્યા તેના પ્રોડ્યુસર એકતા કપૂર હતા. જેના લીધે સ્મૃતિ ઈરાનીએ ઘરમાં-ઘરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી અને તેમને લોકો તુલસીના નામથી ઓળખવામાં આવ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ
સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ગઢમાં સેંધમારી કરી છે અને રાહુલ ગાંધીને તેમને 55120 વોટથી હરાવ્યા છે. આ સીટ પર કોંગ્રેસ પરિવારમાંથી 39 વર્ષ બાદ કોઈની હાર થઈ છે અને તે હાર 2019માં સ્મૃતિ ઈરાનીના કારણે થઈ છે. આમ સ્મૃતિ ઈરાની હવે પોતાના રિલેક્સ મોડમાં દર્શન કરવા નિકળી પડ્યા છે અને તેમણે 14 કિમી ચાલીને સિદ્ધિવિનાયકની મંદિરમાં બાપાના દર્શન કર્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]