શિવ સૈનિક બાળા સાહેબના નામ પર ખોટી શપથ ન લઈ શકે, આ રીતે સંજય રાઉતે અનિલ પરબનો કર્યો બચાવ

એન્ટિલિયા કેસ (Antilia Case)માં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને મનસુખ હિરેન મૃત્યુ મામલે સનસનાટીભર્યા આરોપોએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપોને વેગ આપ્યો છે.

શિવ સૈનિક બાળા સાહેબના નામ પર ખોટી શપથ ન લઈ શકે, આ રીતે સંજય રાઉતે અનિલ પરબનો કર્યો બચાવ
Sanjay Raut ( file photo )
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 6:52 PM

એન્ટિલિયા કેસ (Antilia Case)માં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને મનસુખ હિરેન મૃત્યુ મામલે સનસનાટીભર્યા આરોપોએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપોને વેગ આપ્યો છે. સચિન વાઝેના આરોપોથી ઘેરાયેલા અનિલ પરબ (Anil Parab)નો બચાવ કરવા સંજય રાઉત (Sanjay Raut) આગળ આવ્યા છે. સચિન વાઝે પરિવહન પ્રધાન અનિલ પરબ પર લગાયેલા આક્ષેપો અંગે સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ આવું ક્યારેય ન કરી શકે આ માત્ર એક રાજકીય ષડયંત્ર છે.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, ‘જેલમાંથી પત્ર લખવાનો નવો રિવાજ શરૂ થયો છે. શિવસેનાના મંત્રી વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. હું અનિલ પરબને જાણું છું, તે આવા કામમાં સામેલ થઈ શકે નહીં. હું ખાતરી આપી શકું છું કે કોઈ પણ શિવ સૈનિક બાળાસાહેબના નામે ખોટી શપથ લે નહીં. તમને જણાવી દઈએ કે એનઆઈએને લખેલા પત્રમાં સચિન વાઝેએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબને તેમની બદલી કરવા કહ્યું હતું. અગાઉ પરમબીરસિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે દેશમુખે જ વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.

અનિલ પરબે આરોપોને નકારી કાઢ્યા તે જ સમયે, બુધવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબને મુંબઈના સસ્પેન્ડ કરેલા એપીઆઈ સચિન વાઝેના આરોપોને ફગાવી દીધા છે. અનિલ પરબે પત્રકાર પરિષદને સંબોધતી વખતે સચિન વાઝેના તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે પોતાની દીકરીઓના સમ ખાઈને કહ્યું હતું કે પોતે બાળા સાહેબના શિવસૈનિક છે.

આ પણ વાંચો : મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીરસિંહનો લેટર બોમ્બ, કહ્યું આ મંત્રીએ સચિન વાઝેને આપ્યો હતો મહિને 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">