Bengal Violence : બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે PM MODIએ વ્યકત કરી ચિંતા, રાજ્યપાલ સાથે કરી વાત

Bengal Violence : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Bengal Violence : બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે PM MODIએ વ્યકત કરી ચિંતા, રાજ્યપાલ સાથે કરી વાત
FILE PHOTO
Follow Us:
| Updated on: May 04, 2021 | 3:20 PM

Bengal Violence : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદથી હિંસા શરૂ થઇ ગઈ છે, વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગ લગાડવાના બનાવો બની રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મંગળવારે બપોરે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફોન પર વાત કરી હતી અને બંગાળની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ ટ્વીટમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે લખ્યું છે કે વડાપ્રધાને ફોન કરીને કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જગદીપ ધનખડે આ સાથે મમતા બેનર્જીને પણ ટેગ કર્યા છે.આગળ તેમણે લખ્યું છે કે બંગાળમાં હિંસા (Bengal Violence), બર્બરતા, લૂટ અને બેરોકટોક થતી હત્યાઓ અંગે PMO સાથે ગંભીર ચિંતા શેર કરી છે.

બંગાળમાં હિંસામાં 5 લોકોના મૃત્યુ ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે નંદીગ્રામ, કોલકાતા, આસનસોલ સહિતના ઘણા વિસ્તારોમાં તેમના સમર્થકો, કાર્યકરોની દુકાન લૂંટી લેવામાં આવી છે અને મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. એટલું જ નહીં, મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, જ્યારે ઘણાં કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા (Bengal Violence)માં લગભગ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પરિવાર સહીત રાજ્ય છોડવાની ફરજ પડી પશ્ચિમ બંગાળમાં હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે. આવું જ કંઈક ભાજપના કાર્યકર ગણેશ ઘોષ સાથે થયું હતું. વિશ્વ ભારતી શાંતિનિકેતનથી પાંચેક મિનિટ દૂર ખોઇ હાટમાં તેમના શકુંતલા ગામ રિસોર્ટ પર ટીએમસી સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">