હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ 28 જુલાઈએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશની 25 હાઈકોર્ટમાં 454 ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે, જ્યારે ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યા 1,098 છે.

હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે
P Chidambaram (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 2:09 PM

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે (P Chidambaram) હાઈકોર્ટ અને દેશની અન્ય અદાલતોમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

સરકાર પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું હતુ કે, 7 વર્ષથી સત્તામાં રહેલી મોદી સરકાર (Modi Government) આ ખાલી જગ્યાઓ ભરવા માટે સક્ષમ કે તૈયાર કેમ નથી ? વધુમાં ચિદમ્બરમે આરોપ લગાવ્યો હતો કે, સરકાર એવા લોકોને શોધી રહી છે જે તેના સિદ્ધાંતો અને વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ રાખે.

Out of 1080 sanctioned posts of HC judges, 416 are vacant.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

There is a huge number of vacancies in Tribunals.

Posts of Chairperson of several Tribunals are vacant! They include DRT, NCLAT, TDSAT etc

— P. Chidambaram (@PChidambaram_IN) August 7, 2021

ટ્રિબ્યુનલમાં ચેરમેનની 19 જગ્યાઓ ખાલી

કોર્ટની રજિસ્ટ્રીએ 15 અર્ધ-ન્યાયિક સંસ્થાઓ જેમ કે સિક્યોરિટીઝ ટ્રિબ્યુનલ (Securities Tribunal), દુરસંચાર વિવાદ સમાધાન અને અપીલ અધિકરણ ટ્રિબ્યુનલ (TDSAT) માં બાકી જગ્યાઓ અંગે સંબંધિત તમામ વિગતો સુપ્રીમ કોર્ટમાં પૂરી પાડવામાં આવી હતી. જેમાં ખંડપીઠે જણાવ્યું હતુ કે, આ ટ્રિબ્યુનલમાં પ્રિસાઈડીંગ ઓફિસરો (Presiding Officer) અથવા ચેરમેનની 19 જગ્યાઓ ખાલી છે અને અનુક્રમે 110 અને 111 ન્યાયિક અને તકનીકી સભ્યોની જગ્યાઓ ખાલી છે. ઉપરાંત જણાવ્યું હતું કે, આ જગ્યાઓ ખાલી રાખવાની મંજૂરી આપી શકાતી નથી.

હાઈકોર્ટમાં 454 ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ 28 જુલાઈએ લોકસભામાં (Loksabha) એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દેશની 25 હાઈકોર્ટમાં 454 જજોની જગ્યાઓ ખાલી છે. જ્યારે ન્યાયાધીશોની (Judges) કુલ મંજૂર સંખ્યા 1,098 છે. સરકારી આંકડા દર્શાવે છે કે હાઇકોર્ટમાં જજોની નિમણૂકની પ્રક્રિયા પણ ધીમી પડી છે.

2018 માં દેશની વિવિધ હાઈકોર્ટમાં (High Court) 108 અને 2019 માં 81 જ્યારે, 2020 માં માત્ર 66 જજોની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં તમામ હાઈકોર્ટમાં 644 જજ કાર્યરત છે, જેમાંથી 567 પુરુષ અને 77 મહિલા જજ છે.

સુપ્રીમ કોર્ટમાં 8 ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી

આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં 8 જજોની જગ્યાઓ પણ ખાલી છે. સુપ્રીમ કોર્ટના (Supreme Court) વધુ બે ન્યાયાધીશ જસ્ટિસ આરએફ નરીમન અને જસ્ટિસ નવીન સિન્હા (Justice Navin Sinha) આગામી થોડા દિવસોમાં નિવૃત્ત થશે. છેલ્લા દોઢ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક કરવામાં આવી નથી. સરકારી આંકડા મુજબ 2018 માં 8 અને 2019 માં 10 જજની નિમણૂક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં હાલમાં 26 જજ કામ કરી રહ્યા છે, જેમાંથી 25 પુરુષ અને માત્ર એક મહિલા જજ છે.

આ પણ વાંચો: Gujarat: CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ” દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર “

આ પણ વાંચો: Uttar Pradesh: ઉત્તરપ્રદેશનાં રાજકારણમાં ફરી ધમાધમ? આજથી બે દિવસના પ્રવાસે BJP અધ્યક્ષ નડ્ડા, મંત્રી અને પાર્ટી નેતાઓ સાથે બેઠક

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">