Nangal rape case : પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે,રાહુલ ગાંધીએ ભારતીય દંડ સંહિતા (IPC)ના બાળ ન્યાય અધિનિયમ 228Aની કલમ 23 હેઠળ જાતીય ગુનાઓમાં બાળકોનું રક્ષણ અધિનિયમ અંતર્ગત કલમ 74 નો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

Nangal rape case : પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ રાહુલ ગાંધી સામે ફરિયાદ
Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 3:34 PM

દિલ્હીના વકીલ વિનીત જિંદાલે દિલ્હીમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની બાળકીના માતા-પિતા સાથે તેનો ફોટો શેર કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ ભારતીય દંડ સંહિતા (IPC)ના બાળ ન્યાય અધિનિયમ 228Aની કલમ 23 હેઠળ જાતીય ગુનાઓમાં બાળકોનું રક્ષણ અધિનિયમ અંતર્ગત કલમ 74 નો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

આપને જણાવવું રહ્યું કે,આ અગાઉ મંગળવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (National Commission for child Rights) દ્વારા ટ્વિટરને નોટિસ ફટકારીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે જાતીય અપરાધોથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ દિલ્હીની નંગલમાં મુલાકાત લઈને, બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર થાય તે રીતે પોસ્ટ શેર કરી હતી.

NCPCRના મુખ્ય અધિકારી પ્રિયંક કાનોંગોએ (Priyank Canonga) ટ્વિટર પર જણાવ્યું હતું કે, બાળ અધિકાર સંસ્થાએ અહેવાલોની જાણ કર્યા બાદ અમે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા પર પિડીતાના માતાપિતાનો ફોટો પોસ્ટ કરીને સગીર બળાત્કાર પીડિતાની ઓળખને જાહેર કરી હતી.આપને જણાવવું રહ્યું કે, રાહુલ ગાંધીએ (Rahul gandhi) પિડીતાના માતા પિતાને મળ્યા હતા અને પરિવારને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી.તેમણે પોતાની મીટિંગ વિશે ટ્વિટ કરીને પીડિતાના માતા -પિતા સાથેની તેની તસવીર ટ્વિટર પર શેર કરી હતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

પોલીસે સગીરની માતાના નિવેદનના આધારે ચાર આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.પિડીતાની માતાએ જેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી પર રવિવારે તેમની સંમતિ વિના બળાત્કાર, હત્યા અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આરોપી વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 376 અને 506, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને SC/ST અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">