દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને, રાહુલ ગાંધીએ કરેલી પોસ્ટને તાકીદે દૂર કરવા નોટિસ જારી કરી છે. પંચે ટ્વિટરને યાદ અપાવ્યું કે POCSO એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ મીડિયા અથવા સોશિયલ મીડિયા દ્વારા સગીર પીડિતાની સીધી કે આડકતરી રીતે ઓળખ જાહેર કરવી ગેરકાયદેસર છે.

દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ
Congress leader Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:42 PM

દિલ્હીના નાંગલ ગામમાં બળાત્કાર અને હત્યા કરાયેલી 9 વર્ષની માસૂમ બાળકીના પરિવારની તસવીર ટ્વિટર પર શેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ ભાજપે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે તેમણે સગીર છોકરીના પરિવારના સભ્યોની તસવીર શેર કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સગીર છોકરીના પરિવારના સભ્યોની તસવીર શેર કરવાથી પીડિતાની ઓળખ છતી થઈ ગઈ છે, જે પોક્સો એક્ટ મુજબ ના કરી શકાય. તે જ સમયે, હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે, ટ્વિટરને આ મુદ્દે નોટિસ ફટકારી છે. પંચે ટ્વિટરને નોટિસ આપીને રાહુલ ગાંધીએ શેર કરેલી તસવીર કાઢી નાખવા કહ્યું છે.

આ અંગે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા કરાયેલા એક ટ્વિટમાં, કમિશને લખ્યું, ‘ સગીર છોકરીના પરિવારના સભ્યોની તસવીર ટ્વીટ કરીને બાળકીની ઓળખ જાહેર કરવી એ પોક્સો એક્ટનું સરેઆમ ઉલ્લંઘન છે. આની ગંભીર નોંધ લેતા, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને આ પોસ્ટને તાકીદે દૂર કરવા નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધી બુધવારે સવારે બાળકીના પરિવાર પાસે પહોંચ્યા હતા. તે પોતાની કારમાં છોકરીની માતા અને પિતાને મળ્યો હતો અને ટ્વિટર પર, આ મુલાકાતની તસવીર શેર કરી હતી. પરિવારના સભ્યોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ પરિવારને ન્યાય અપાવવાની સંકલ્પ લે છે અને તેનાથી તેઓ એક ઇંચ પણ પાછળ નહીં હટે.

ટ્વિટર ઈન્ડિયાના નિવાસી ફરિયાદ અધિકારીને જારી કરવામાં આવેલી નોટિસમાં પંચે લખ્યું છે કે, રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શેર કરેલી તસવીરને કારણે બળાત્કારનો ભોગ બનેલી બાળકીની ઓળખ જાહેર થઈ હોવાની ફરિયાદ પર તેણે આ કાર્યવાહી કરી છે. પંચે ટ્વિટરને યાદ અપાવ્યું કે POCSO એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ મીડિયા અથવા સોશિયલ મીડિયા દ્વારા સગીર પીડિતાની સીધી કે આડકતરી રીતે ઓળખ જાહેર કરવી ગેરકાયદેસર છે. રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ બાળકીના પરિવારના સભ્યોને મળ્યા હતા. બાળકીના પરિવારના સભ્યોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ લખ્યું, ‘માતા -પિતાના આંસુ માત્ર એક જ વાત કહી રહ્યા છે – તેમની પુત્રી, દેશની પુત્રી ન્યાયને પાત્ર છે. અને હું ન્યાયના આ માર્ગ પર તેમની સાથે છું.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો, 38 મહિનામાં 630 ત્રાસવાદીઓને ઠાર મરાયા

આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFએ જપ્ત કર્યું લાખો રૂપિયાનું સોનું, તૂટેલી સાઈકલ પર જઈ રહેલા સામાન્ય દેખાતા વ્યક્તિની કરાઈ હતી તપાસ

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">