AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

સંસદના ચોમાસા સત્રમાં પહેલા દિવસથી જ હંગામો જોવા મળી રહ્યો છે,જેમાં વિપક્ષ દ્વારા પોગાસસ જાસુસી અને કોરોના જેવા મુદ્દા પર સરકાર પર આકરા પ્રહાર કરતી જોવા મળી રહી છે.ત્યારે સરકાર વિપક્ષનો સામનો કરવા માટે રણનિતી ઘડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !
PM Narendra Modi and Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 4:11 PM
Share

Monsoon Session 2021:સંસદ સત્ર શરૂ થયા બાદથી જ લોકસભા (Loksabha) અને રાજ્યસભામાં (Rajysabha) વિપક્ષે સરકારને આડે હાથ લીધી હતી. હાલ,કોરોના મુદે પણ વિપક્ષ દ્વારા અવારનવાર સરકારની કામગિરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષના સાંસદો, કોરોના મુદે વિપક્ષને આક્રમક જવાબ આપી શકે તે માટે દરેક એનડીએના દરેક પક્ષના સાંસદને, સરકાર દ્વારા કરાયેલી કોરોનાની કામગિરીની પુસ્તિકા આપવામાં આવી છે.

આપને જણાવવું રહ્યું કે, ભાજપે મંગળવારે તેના સાંસદોને સરકારે કોરોના સમયમાં કરેલી કામગિરીની પુસ્તિકા આપી છે.જેમાં સરકારના પ્રતિભાવ અને વેક્સિનેશન અભિયાન (Vaccination Program) અંગે વિવિધ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેથી,આ પુસ્તિકાની મદદથી સાંસદો વિપક્ષને આક્રમક જવાબ આપી શકે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Department) દ્વારા કોરોનાને લગતી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે.જેમાં કોરોના સામેની લડાઈમાં મળેલ સફળતાનો શ્રેય માત્ર કેન્દ્ર કે કોઈ રાજ્ય સરકારને જ નહીં પણ બધાને આ માટે શ્રેય આપવામાં આવ્યો હતો.

સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે,ત્યારે કોરોનાનાં સંચાલન માટે મોદી સરકાર(Government)  પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ (Corona Period) દરમિયાન સરકારની કામગિરીને લઈને PM નરેન્દ્રમોદીના(PM Narendra Modi) રાજીનામાની પણ વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી.ત્યારે વિપક્ષ દ્વારા સંસદના સત્રમાં જો કોઈ સવાલ ઉઠાવવામાં આવે તો તેનો જવાબ આપી શકે તે માટે સરકાર દ્વારા કોરોના કામગિરીની પુસ્તિકા સાંસદોને આપવામાં આવી છે.

પુસ્તિકામાં આંકડાઓ સાથે આપવામાં આવી છે માહિતી

સ્વાસ્થય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પુસ્તિકામાં આંકડાકીય (Numbers) માહિતી આપવામાં આવી છે.જેમાં સરકારની કામગિરી ઉપરાંત સિધ્ધિ પણ વર્ણવામાં આવી છે.ઉપરાંત કોરોનાની દવા અને ઓક્સિજન અને વેક્સિનેશન મહાઅભિયાનનો (Vaccination program) પણ પુસ્તિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે જુલાઈના અંત સુધીમાં તેના નાગરિકોને 45 કરોડથી વધુ વેક્સિનના ડોઝ (Vaccine Dose) આપ્યા છે.જ્યારે તેની સરખામણીમાં યુએસમાં 343 મિલિયન ડોઝ, બ્રાઝિલમાં 137 મિલિયન અને યુકેમાં 84 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. આપને જણાવવું રહ્યું કે, ભારતે 166 દિવસમાં લોકોને રસીના 340 મિલિયન ડોઝ આપ્યા હતા. જ્યારે અમેરિકાએ ડોઝ આપવા માટે 221 દિવસનો સમય લીધો હતો.

આ પણ વાંચો: West Bengal : અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી

આ પણ વાંચો: UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">