AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ હાઇકોર્ટે રદ કર્યું મહિલા સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર, જાણો વિગતે

મુંબઈથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ મહિલા સાંસદ નવનીત રાણા(Navneet Rana) ને બોમ્બે હાઈકોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે નવનીત રાણાના જાતિ(Cast) નું પ્રમાણપત્ર નામંજૂર કર્યું છે. મહિલા સાંસદ નવનીત રાણા(Navneet Rana) પર બનાવટી દસ્તાવેજોના આધારે જાતિ સર્ટિફિકેટ બનાવવાનો આરોપ હતો.

મુંબઈ હાઇકોર્ટે રદ કર્યું મહિલા સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર, જાણો વિગતે
મુંબઈ હાઇકોર્ટે રદ કર્યું મહિલા સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર
| Updated on: Jun 08, 2021 | 3:51 PM
Share

મુંબઈથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ મહિલા સાંસદ નવનીત રાણા(Navneet Rana) ને બોમ્બે હાઈકોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે નવનીત રાણાના જાતિ(Cast) નું પ્રમાણપત્ર નામંજૂર કર્યું છે. મહિલા સાંસદ નવનીત રાણા(Navneet Rana) પર બનાવટી દસ્તાવેજોના આધારે જાતિ સર્ટિફિકેટ બનાવવાનો આરોપ હતો.

મહત્વની વાત એ છે કે નવનીત રાણાના જાતિ(Cast) પ્રમાણપત્ર અંગે બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેંચમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે નવનીત રાણા એક પંજાબી છે લબાના જાતિના છે. જે મહારાષ્ટ્રમાં એસસી કેટેગરી હેઠળ આવતા નથી. તેથી તેમણે જાતિ પ્રમાણપત્ર ખોટી રીતે બનાવ્યું છે. નવનીત રાણા પર નકલી સ્કૂલના દસ્તાવેજો બતાવીને પ્રમાણપત્ર બનાવવાનો આરોપ છે. અરજદારોએ નવનીત રાણા સામે કોર્ટમાંથી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

મહિલા સાંસદ નવનીત રાણાએ શિવસેના પર આરોપ લગાવ્યો હતો

ઉલ્લેખનીય છે મહિલા સાંસદ નવનીત રાણા(Navneet Rana) સતત હેડલાઇન્સમાં રહે છે. મુંબઈના એન્ટિલિયા કેસમાં તેમણે શિવસેના પર નિશાન સાધ્યું હતું. આ પછી આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમને શિવસેનાના નેતાઓ તરફથી એસિડ એટેકની ધમકીઓ મળી રહી છે. નવનીત રાણાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યાં લોકસભા અધ્યક્ષ ગૃહ પ્રધાન અને વડા પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં 100 કરોડ રૂપિયાની વસૂલાતનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો

મહિલા સાંસદનવનીત રાણાએ ગત સત્રમાં મહારાષ્ટ્રમાં 100 કરોડ રૂપિયાની વસૂલાતનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો. આ દરમિયાન સાંસદે ઉદ્ધવ સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે તેમણે આરોપ લગાવ્યો કે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેમને સંસદની લોબીમાં ધમકી આપી હતી. તેમના કહેવા પ્રમાણે શિવસેનાના સાંસદે તેમને કહ્યું હતું કે “હું જોઈશ કે તમે મહારાષ્ટ્રમાં કેવી રીતે ભટકો છો અને તમને જેલમાં ધકેલી દઇશું. આ કેસમાં નવનીત રાણાએ પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કહ્યું હતું કે તેમને એસિડ એટેકની ધમકી આપવામાં આવી હતી.

નવનીત રાણાએ 2014 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

નોંધપાત્ર વાત એ છે કે મહિલા સાંસદ નવનીત રાણા રાજકારણમાં જોડાતા પહેલા મોડેલિંગની દુનિયામાં હતા. 2014 માં તેમણે એનસીપીની ટિકિટ પર અમરાવતીથી રાજકારણમાં લડ્યા હતા પરંતુ હાર્યા હતા. જો કે, 2019 માં તે અપક્ષ તરીકે લડ્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. નવનીત રાણાના પતિ રવિ રાણા મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">