ભાજના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુન સિંહે કહ્યું કે, હવે તેની પાર્ટીનો ભાટપારા નગરપાલિકા પર કબજો આવશે. અર્જુન સિંહ ભાટપારા નગરપાલિકાના અધ્યક્ષ છે. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટી જીત મળ્યા બાદ મુકુલ રોયના દિકરા શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. જેમાંથી બે TMCના તો એક ભાકપાના MLA છે. આ ત્રણ નેતાઓની સાથે જુદી જુદી નગરપાલિકાના કોર્પોરેટર્સે પણ દિલ્હીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પક્ષે જનારા કોર્પોરેટર્સ 24 પરગના જિલ્લાના કંચરાપારા, હલિશહર અને નૈહાતી નગરપાલિકાના છે. આ પક્ષ પલટા બાગ ભાજપનો ભાટપારા નગરપાલિકા પર કબજો થઈ જશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, જે રીતે પશ્ચિમ બંગાળમાં 7 તબક્કાની ચૂંટણી યોજાઈ તે રીતે જ 7 ચરણમાં તે નેતાઓને ભાજપમાં જોડવાનું કામ કરશે. તેમણે PM મોદીના ભાષણને યાદ કરતા કહ્યું કે 40 ધારાસભ્ય તેના સંપર્કમાં છે તે કોઈપણ સમયે ભાજપમાં જોડાઈ શકે છે. વિજયવર્ગીયએ કહ્યું કે આજે તેનું પહેલુ ચરણ છે. મુકુલ રોયે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કહ્યું કે અમે લોકો બંગાળમાં સંઘર્ષ કરશું
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:59 am, Tue, 28 May 19