AIR STRIKE પર આ શું બોલી ગયા PM મોદીના પ્રધાન કે સરકાર અને ભાજપના કર્યા-કરાયા પર પાણી ફરી શકે, વિપક્ષો થઈ ગયાં ખુશ, VIDEO કરાઈ રહ્યો છે વાયરલ
પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણનો સિલસિલો ચાલુ છે. TV9 Gujarati Web Stories View more પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ? નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી Money […]
પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણનો સિલસિલો ચાલુ છે.
પાકિસ્તાનમાં ઘુસીને બીજી વખત કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની ઇચ્છાશક્તિ, તેમની સરકારના ચોતરફ વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ ભાજપને પણ આ ઍર સ્ટ્રાઇકથી રાજકીય માઇલેજ સહજ રીતે મળી રહ્યો છે.
પરંતુ મોદી સરકારના એક સીનિયર પ્રધાને ઍર સ્ટ્રાઇક વિશે એવી વાત કહી છે કે સરકાર અને ભાજપના કર્યા-કરાયા પર પાણી ફરી વળી શકે છે. આ પ્રધાનના નિવેદનને વિપક્ષી દળોએ હાથોહાથ લીધું છે અને નિવેદનનો વીડિયો ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
મોદી સરકારના આ પ્રધાનનું નામ છે એસ એસ અહલુવાલિયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અહલુવાલિયા પશ્ચિમ બંગાળના કોઈ કાર્યક્રમમાં બંગાળી ભાષામાં બોલી રહ્યા છે. ધ હિન્દૂના રિપોર્ટ મુજબ અહલુવાલિયાએ કહ્યું, ‘(ઍર સ્ટ્રાઇક) ઘટના બાદ, મોદીજીએ પોતાના ભાષણમાં આમ કહ્યું કે 300 લોકો માર્યા ગયા ? શું ભાજપના કોઈ પ્રવક્તાએ આવું કહ્યું ? કે અમિત શાહ આવું બોલ્યા ? આનું કારણ એ છે કે ત્યાં મોટાપાયે તબાહી નહોતી થઈ અને આપણે માત્ર સરહદ પાર આ સંદેશ આપવા માંગતા હતા કે જો જરૂર પડી, તો અમે તબાહી કરવામાં સક્ષમ છીએ. આપણે કોઈ પણ જાતના જાન-માલનું નુકસાન નથી કરવા માંગતા.’
અહલુવાલિયાના મોદી સરકાર અને ભાજપને બૅકફુટ પર લાવી શકે, તેવા નિવેદનને વિપક્ષોએ હાથોહાથ લીધું છે. પશ્ચિમ બંગાલ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ મિશ્રાએ પણ અહવુલાલિયાનો વીડિયો શૅર કર્યો અને કહ્યું, ‘પાકિસ્તાનમાં થયેલી આપણી ઍર સ્ટ્રાઇકમાં એક પણ પાકિસ્તાની આતંકવાદી નથી માર્યો ગયો.’
બીજી બાજુ સીપીઆઈએમે આ વીડિયોને લઈને ટ્વીટ કરતા મોદી સરકાર પર કટાક્ષ કર્યો, ‘જો પ્રધાન સાચું કહી રહ્યા છે, તો આનો મતલબ એ છે કે મોદી સરકાર મીડિયાની મદદથી જુઠ્ઠાણું ફેલાવી રહી છે અને દેશને ગેરમાર્ગે દોરી રહી છે.’
Minister of State in Modi's cabinet, SS Ahluwalia is saying @narendramodi or @AmitShah never claimed that our #AirStrikes killed 300+ Terrorists & we didnt want any "Human Casualties". Is the Govt now backtracking from its claims that they took out a Terrorist Camp in Pakistan? pic.twitter.com/nstgsWF6sZ
— CPI (M) (@cpimspeak) March 2, 2019
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]