ગાંધીનગર મનપામાં અત્યાર સુધી કેવી રહી સત્તાની સોગંઠા બાજી?

ગાંધીનગર મહાનગરપાલિકા માટે ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. આજથી ગાંધીનગરમાં આચારસંહિતા લાગુ પડશે અને 18 એપ્રિલે મતદાન થશે. જ્યારે 20 એપ્રિલે મતગણતરી કરવામાં આવશે.

ગાંધીનગર મનપામાં અત્યાર સુધી કેવી રહી સત્તાની સોગંઠા બાજી?
ફાઈલ ફોટો
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 19, 2021 | 5:51 PM

ગાંધીનગર મહાનગરપાલિકા માટે ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. આજથી ગાંધીનગરમાં આચારસંહિતા લાગુ પડશે અને 18 એપ્રિલે મતદાન થશે. જ્યારે 20 એપ્રિલે મતગણતરી કરવામાં આવશે. એટલે કે ગાંધીનગર મનપા પર આગામી 5 વર્ષ માટે કોનું શાસન આવશે તેનું ચિત્ર 20 એપ્રિલે સ્પષ્ટ થઈ જશે. જો કે ગાંધીનગર મનપાનું રાજકારણ અત્યાર સુધી અટપટું અને તોડજોડની રાજનીતિ વાળું રહ્યું છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર, રાજ્યના અનેક મહત્વના નિર્ણયો અહીંથી લેવાતા હોય છે. તમામ પક્ષોની સત્તાની સોંગટા બાજીમાં પાસા અહીંથી જ ગોઠવાય છે, જો કે વાત ગાંધીનગર મહાનગરપાલિકાની કરવામાં આવે તો અહીં રાજકીય આંટીઘુંટી અલગ પ્રકારની છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ વખતે ગાંધીનગર મનપાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભાનો વિસ્તાર છે, તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે, ત્યારે આ મનપામાં ભાજપની શાસન સ્થાપવા ભાજપ એડીચોટીનું જોર લગાવશે તો કોંગ્રેસ માટે આ બેઠક હસ્તગત કરવી એ હવે પ્રતિષ્ઠાનો સવાલ છે, કારણ કે કોંગ્રેસની પરંપરાગત બેઠક એવી ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે. જો કે ગાંધીનગર મનપા 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી. પહેલીવાર વર્ષ 2010માં મનપા 8 વોર્ડમાં 32 બેઠકો સાથે અસ્તિત્વમાં આવી. જેની પ્રથમ ચૂંટણી ઓગસ્ટ 2011માં થઈ. પ્રથમ ચૂંટણી 2011માં થઈ જેમાં કોંગ્રેસનું શાસન થયું હતું.

કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા પ્રથમ મેયર બન્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે 18 જ્યારે ભાજપે 15 બેઠકો મેળવી હતી. જો કે કોંગ્રેસ જીત બાદ પણ 5 વર્ષ સુધી મનપા પર સત્તા ટકાવી ના શકી. અઢી વર્ષ મેયરની ટર્મ પૂર્ણ થતાંની સાથે જ મહેન્દ્રસિંહ રાણા કોંગ્રેસમાંથી ભાજપમાં 3 સભ્યો સાથે જોડાયા. ભાજપે મહેન્દ્રસિંહ રાણાને ટેકો જાહેર કર્યો અને મેયર તરીકે મહેન્દ્રસિંહ યથાવત રહ્યા. જો કે સમગ્ર મામલો કોર્ટમાં ગયો ચુકાદો આવતા સુધીમાં મનપાના 4 વર્ષ પણ પૂર્ણ થવાને આરે હતા અને જોગાનુજોગ ચુકાદો પણ મહેન્દ્રસિંહ રાણાના હકમાં આવ્યો. જેના કારણે બેઠક પર ભાજપનું શાસન અકબંધ રહ્યું. સાથે જ મહેન્દ્રસિંહ રાણા 4 વર્ષ મેયર રહ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. જો કે રોસ્ટર પ્રમાણે પ્રથમ અઢી વર્ષ બાદનો સમય મહિલા અનામતનો હતો, મેયર પદ માટે જેમાં 1 વર્ષ બાકી હતું. જેમાં હંસાબાને મેયર બનાવવામાં આવ્યા.

ફરી એપ્રિલ 2016માં મનપાની ટર્મ પૂર્ણ થઈ અને ચૂંટણી યોજાઈ. જેમાં બન્ને પાર્ટીને 16-16 બેઠક મળી. જેના કારણે શાસક પક્ષ માટે ટાઈ પડી. જોકે મૂળ ભજપના પરંતુ કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પ્રવીણ પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાળી અને ભાજપમાં જોડાવવાથી ફરી એકવાર ભાજપને સફળતા મળી. પ્રવીણ પટેલ ભાજપમાં જોડાયા અને મેયર બનાવવામાં આવ્યા અને તોડજોડની રાજનીતિ સાથે ભાજપ શાસન પર આવ્યું. પ્રવીણ પટેલને અઢી વર્ષ માટે મેયર બનાવવામાં આવ્યા. જો કે વર્ષ 2016માં ચૂંટણીએ સમય ગાળામાં હતી, જ્યારે ગુજરાતમાં પાટીદાર, obc અનામત આંદોલનો ચરમ સીમાએ હતા. સાથે જ ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી. તેવા સમયે પણ ભાજપની ગત ચૂંટણી કરતા 3 બેઠકોમાં વધારો થયો.

જો કે સીધી રીતે સત્તા પર આવવુ શક્ય ન હતું, પરંતુ કોંગ્રેસમાં જીતેલા ઉમેદવાર ભાજપમાં આવતા ભાજપનું શાસન બન્યું. જે અત્યાર સુધી અકબંધ રહ્યું. હવે 18 એપ્રિલે ગાંધીનગર મનપા માટે ચૂંટણી યોજાશે. જો કે અત્યાર સુધી આ મનપામાં 8 વોર્ડમાં 32 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 2020માં નવું સીમાંકન થયું, જેમાં વોર્ડની સંખ્યા બદલાઈ છે, હવે 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી થશે. નવા સીમાંકન બાદ યોજાનાર આ પ્રથમ ચૂંટણી છે. હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામ હોવાના કારણે ભાજપે નાખેલો એક આત્મવિશ્વાસ છે, જો કે કોંગ્રેસે પણ આ મનપા જીતવા માટે પ્રયાસ શરૂ કર્યા છે અને એ જ કારણ છે છેલ્લા 2 દિવસથી વિધાનસભામાં કોંગ્રેસના તીખા તેવર જોવા મળી રહ્યા છે. જો કે આ બેઠક પર જનતા કોંગ્રેસ ના હાથને સાથ આપશે કે કમળ ખીલવશે કે આપની ઝાડુની સફાઈ પસંદ કરશે તે 20 એપ્રિલના દિવસે જ ખબર પડશે. પરંતુ આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણી રોચક બનશે એમાં કોઈ બે મત નથી.

આ પણ વાંચો: ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની 18મી એપ્રિલે ચૂંટણી, 20મી એપ્રિલે મતગણતરી

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">