ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની 18મી એપ્રિલે ચૂંટણી, 20મી એપ્રિલે મતગણતરી

ગાંધીનગર ( Gandhinagar ) મહાનગપાલિકાની ચૂંટણીની જાહેરાત, આગામી 18 એપ્રિલે યોજાશે મતદાન. 20 એપ્રિલે મતગણતરી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 2.82 લાખ મતદારો છે.

| Updated on: Mar 19, 2021 | 5:18 PM

કોરોનાકાળમાં રાજ્ય ચૂંટણી પંચે, ગાંધીનગર ( Gandhinagar ) મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 18મી એપ્રિલ 2021ના રોજ હાથ ધરાશે. જ્યારે તેની મતગણતરી આગામી 20મી એપ્રિલને 2021ના રોજ કરાશે. રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદે ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકા માટે કુલ 2.82 લાખથી મતદારો નોંધાયા છે. ચૂંટણી પ્રક્રિયા સરળતાથી ચાલે તે માટે કુલ પાંચ જેટલા ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવામાં આવશે.

તારીખ વિગત
27-03-2021 ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવાની તારીખ
1-04-2021 ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
3-042021 ભરાયેલા ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ
5-04-2021 ઉમેદવારી પત્ર પાછા ખેચવાનો છેલ્લો દિવસ
18-04-2021 મતદાન ( સવારના 7થી સાંજના 6 સુધી)
19-04-2021 જરૂર પડ્યે પુનઃમતદાન
20-04-2021 મતગણતરી

 

પહેલી વાર વર્ષ 2010 માં ગાંધીનગર મનપા અસ્તિસ્તવમાં આવી. ગાંધીનગર મનપા માટે સૌ પ્રથમ ચૂંટણી ઓગસ્ટ 2011 માં યોજાઈ. અત્યાર સુધી 8 વોર્ડ 32 બેઠક હતી. જો કે નવા વિસ્તારો ભેળવીને વર્ષ 2020 માં નવું સીમાંકન થયું. જેના કારણે ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડની સંખ્યા વધવા સાથે વિસ્તાર પણ વધ્યો. નવા સિમાકન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકામાં  11 વોર્ડ બન્યા છે. અને એક વોર્ડમાં ચાર બેઠક મુજબ કુલ 44 બેઠક માટે આગામી 18મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદે ચૂંટણી અંગેની જાહેરાત કરતા જણાવ્યુ કે, 11 વોર્ડમાં કુલ 284 મતદાન મથકો ઊભા કરાયા છે. 69 મતદાન મથક સંવેદનશીલ છે. જ્યારે 34 મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે કુલ 2,82,988 મતદારો નોંધાયા છે. જેમાં 1,45,694 પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે 1,36,258 સ્ત્રી મતદારો અને 9 અન્ય મતદારો છે.  આજથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મતવિસ્તારમાં આર્દશ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા અપાયેલા ઓળખરકાર્ડ ઉપરાંત માન્યતા અપાયેલ 16 પ્રકારના ઓળખપત્રો માન્ય રાખવામાં આવ્યા છે.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">