Himachal : રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂને ધક્કે ચડાવનાર કોંગ્રેસના 5 ધારાસભ્યો સસ્પેન્ડ, તમામ સામે FIR
Himachal : બજેટસત્રમાં સંબોધન કર્યા બાદ રાજ્યપાલને ધક્કે ચડાવનારા કોંગ્રેસના 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Himachal : હિમાચલ પ્રદેશ વિધાનસભાના બજેટસત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ ગેરર્તણૂંકની તમામ હદો પાર કરી નાખી. બજેટસત્રમાં સંબોધન કર્યા બાદ રાજ્યપાલને કોંગ્રેસ ધારાસભ્યોએ ધક્કે ચડાવ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાના બજેટસત્રના પહેલા દિવસે શુક્રવારે સંબોધન પછી ગૃહમાંથી પરત ફરતા રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂ (Himachal Governor Dattatreya Bandaru)ને કેટલાક ધારાસભ્યોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતા. રાજ્યપાલ સાથે ગેરર્તણૂંકની આ ઘટના બાદ હિમાચલ વિધાનસભાના અધ્યક્ષ વિપિન પરમારે આ ઘટનામાં સંકળાયેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા.
હિમાચલ પ્રદેશના સંસદીય બાબતોના મંત્રી સુરેશ ભારદ્વાજે કહ્યું કેવિધાનસભાના બજેટસત્ર પછી રાજ્યપાલ દત્તાત્રેય બંડારૂ તેમના સરકારી વાહન તરફ જઈ રહ્યા હતા ત્યારે ગૃહમાં વિપક્ષનેતા મુકેશ અગ્નિહોત્રી, કોંગ્રેસના ધારાસભ્યો હર્ષવર્ધન ચૌહાણ, સુંદરસિંહ ઠાકુર, સત્યપાલ રાયજાદા અને વિનય કુમારે રાજ્યપાલને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ઘેરીને ધક્કે ચડાવ્યા હતા. ત્યારબાદ સુરેશ ભારદ્વાજે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં એક પ્રસ્તાવ મૂક્યો, આ પ્રસ્તાવ હેઠળ કોંગ્રેસના આ પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એટલું જ નહીં આ સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો સામે વિવિધ કલમો હેઠળ FIR પણ નોંધવામાં આવી છે.