ગુજરાતની પેટાચૂંટણીમાં 80 ઉમેદવારો પૈકી 14 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા, 5 ઉમેદવારો અક્ષરજ્ઞાન ધરાવે છે

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ 1 નવેમ્બરની સાંજે શાંત પડી જશે. અને 3 તારીખે મતદારો 8 બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. આ 8 બેઠકો પર ભાજપ–કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટાચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. આ 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો […]

ગુજરાતની પેટાચૂંટણીમાં 80 ઉમેદવારો પૈકી 14 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા, 5 ઉમેદવારો અક્ષરજ્ઞાન ધરાવે છે
Follow Us:
| Updated on: Oct 31, 2020 | 12:02 PM

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ 1 નવેમ્બરની સાંજે શાંત પડી જશે. અને 3 તારીખે મતદારો 8 બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. 8 બેઠકો પર ભાજપકોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટાચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો છે, જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને 7 સામે તો ગંભીર ગુના દાખલ થયેલા છે.. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.. એમાં બીટીપીનો 1, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે.. 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે.. અબડાસા અને કરજણ બેઠક પર 3થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે..

પેટાચૂંટણીમાં 25 ટકા ઉમેદવારો કરોડપતિ છે.. 80માંથી 20 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે 9 ઉમેદવારે PAN CARDની વિગતો આપી નથી.. પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર છે, 6 ઉમેદવાર પાસે 2થી 5 કરોડની મિલકત છે.. તો 15 ઉમેદવાર 50 લાખથી 2 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે.. 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જેટલી કુલ સંપત્તિ છે.. જ્યારે 33 ઉમેદવાર એવા છે જેમની પાસે દસ લાખથી ઓછી સંપત્તિ છે.. ભાજપના તમામ 8 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવાર તથા 6 અપક્ષ ઉમેદવાર કરોડ કરતાં વધુ સંપત્તિ ધરાવે છે..

આ પેટાચૂંટણીના 29 ઉમેદવાર 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જ્યારે 38 ઉમેદવાર 41થી 60 વર્ષ વચ્ચેના અને 13 ઉમેદવાર 60થી 70 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે.. એટલું જ નહીં, 3 ઉમેદવાર નિરક્ષર છે, 49 ઉમેદવાર 5થી 12 ધોરણ પાસ છે.. તો 20 ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા 3 ડિપ્લોમા હોલ્ડર છે. ભાજપના અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 5 ઉમેદવાર માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે..

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પેટાચૂંટણીનો જંગ 

કુલ 80 ઉમેદવારો છે મેદાને

80માંથી 14 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ

7 ઉમેદવારની સામે ગંભીર ગુના દાખલ

ભાજપના 8માંથી 3 ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ

કોંગ્રેસના 8માંથી 2 ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ

BTPના 1 અને 8 અપક્ષ ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ

BTPના 1, ભાજપના 2, 4 અપક્ષ ઉમેદવાર સામે ગંભીર ગુના

2 ઉમેદવાર સામે ખૂનની કોશિશ જેવા ગંભીર ગુના દાખલ

અબડાસા અને કરજણ બેઠકના 3થી વધુ ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ

કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 જ મહિલા ઉમેદવાર

29 ઉમેદવાર 40 વર્ષથી ઓછી ઉંમરના છે

38 ઉમેદવાર 41થી 60 વર્ષ વચ્ચેના

13 ઉમેદવાર 60થી 70 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે

કેટલા અમીર છે ઉમેદવારો

5 કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર

80માંથી 20 ઉમેદવાર કરોડપતિ છે

9 ઉમેદવારે PAN CARDની વિગતો આપી નથી

6 ઉમેદવાર પાસે 2થી 5 કરોડની મિલકત છે

15 ઉમેદવાર 50 લાખથી 2 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે

19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જેટલી સંપત્તિ

33 ઉમેદવાર પાસે 10 લાખથી ઓછી સંપત્તિ

ભાજપના તમામ 8 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત

કોંગ્રેસના 6 ઉમેદવાર ધરાવે છે 1 કરોડ કરતાં વધુ સંપત્તિ

6 અપક્ષ ઉમેદવાર પાસે 1 કરોડ કરતાં વધુ સંપત્તિ

25 ટકા ઉમેદવારો છે કરોડપતિ

તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.16 કરોડ

ઉમેદવારોનું અક્ષરજ્ઞાન 

3 ઉમેદવાર છે નિરક્ષર

49 ઉમેદવાર 5થી 12 ધોરણ પાસ

20 ઉમેદવાર ગ્રેજ્યુએટ, 3 ડિપ્લોમા હોલ્ડર

ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 5 ઉમેદવાર માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">