JAMMU KASHMIR : જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર કંઈક મોટું થવાની અટકળો ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 24 જૂને જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના બંને પ્રદેશોના નેતાઓને બોલાવાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે જ સમયે બેઠકમાં ઘણી બાબતો પર ચર્ચા થઈ છે અને કેન્દ્ર સરકાર કયા મોટા પગલા લઈ શકે છે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
વિધાનસભા મતવિસ્તારનું સીમાંકન કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR)પ્રદેશમાં સીમાંકન કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હોઈ શકે છે. વિધાનસભા મત વિસ્તાર અથવા લોકસભા મતવિસ્તારોની પુનઃરચના , સીમાંકનની પ્રક્રિયા દ્વારા થઈ શકે છે. ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા તરફનું આ પહેલું પગલું સાબિત થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આનાથી જમ્મુની બેઠકો વધી શકે છે.
Prime Minister Narendra Modi holds meeting with #JammuAndKashmir leaders in Delhi #TV9Newspic.twitter.com/r7SfHmFYCn
— tv9gujarati (@tv9gujarati) June 24, 2021
વિધાનસભાની ચૂંટણી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR) માં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા થઇ હોવાની સંભાવના છે. કલમ 37૦ ના હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરને દિલ્હી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યાં વિધાનસભા પણ હશે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજવા અંગે સર્વસંમતિ થઈ શકે છે.
POK ને પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 111 બેઠકો હતી, જેમાંથી 24 પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં છે. હજી સુધી આ બેઠકો ખાલી રહી છે. હવે એવું માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાનના ભાગલા પછી પીઓકેમાંથી મોટી સંખ્યામાં લોકો ભારત સંચાલિત કાશ્મીર આવ્યા જેમને હવે પીઓકેનું પ્રતિનિધિત્વ આપી શકાય છે.
જમ્મુ માટે અલગ રાજ્યનો દરજ્જો જમ્મુ માટે અલગ રાજ્યના દરજ્જાની માંગ પણ આ સમયે વધી રહી છે. તાજેતરમાં જ જમ્મુમાં શિવસેના અને ડોગરા મોરચે માંગ કરી હતી કે વહેલી તકે જમ્મુને અલગથી રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. જો કે ડોગરા મોરચાએ સ્પષ્ટ કર્યું કે તે ગુપકાર ગઠબંધન સાથે નથી.કારણ કે કાશ્મીરમાં પાકિસ્તાન તરફી તાકતો હજી પણ સક્રિય છે, જ્યારે જમ્મુના લોકો દેશભક્ત છે. એવું માનવામાં આવે છે કે આ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો નેશનલ કોન્ફરન્સ (NC), પીડીપી સહીત ઘણા રાજકીય પક્ષો જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR) ને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે વાત કરી શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.