રાફેલ પર રાહુલ ગાંધીનો ઉગ્ર સૂર, મોદી કેમ કોઈ તપાસ કરાવતાં નથી ?, તો ભાજપે પણ કર્યો પલટવાર, તમને શું પાકિસ્તાન પર વિશ્વાસ છે ?

રાફેલ મામલે બુધવારે કેન્દ્ર સરકારે ગુપ્ત દસ્તાવેજોની ચોરી થવાની વાત કરતાં જ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પત્રકારને સંબોધતાં કહ્યું કે, ચોકીદારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર ફાઇલ નહીં બધું જ ગાયબ થઈ ગયું છે. આ […]

રાફેલ પર રાહુલ ગાંધીનો ઉગ્ર સૂર, મોદી કેમ કોઈ તપાસ કરાવતાં નથી ?, તો ભાજપે પણ કર્યો પલટવાર, તમને શું પાકિસ્તાન પર વિશ્વાસ છે ?
Follow Us:
| Updated on: Mar 07, 2019 | 6:07 AM

રાફેલ મામલે બુધવારે કેન્દ્ર સરકારે ગુપ્ત દસ્તાવેજોની ચોરી થવાની વાત કરતાં જ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પત્રકારને સંબોધતાં કહ્યું કે, ચોકીદારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર ફાઇલ નહીં બધું જ ગાયબ થઈ ગયું છે.

આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાફેલ ડીલમાં હવે ખુદ વડાપ્રધાન મોદીનું નામ આવી રહ્યું છે. તેથી તેમની પણ આ મુદ્દે તપાસ થવી જ જોઇએ. એટલું જ નહીં નરેન્દ્ર મોદીની ડીલના કારણે ભારતમાં રાફેલ ફાઇટર જેટ આવવામાં મોડું થઈ રહ્યું છે. જેના પુરવા હવે અમે આપીશું.

જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos
રતન ટાટાની આ 8 વાતો પાછળ છુપાયેલો છે સફળતાનો મંત્ર
ચોંકાવનારૂ ! ભારતનું એક એવું ગામ જ્યાં લોકો નથી પહેરતા બુટ કે ચપ્પલ
પગમાં દેખાતા આ લક્ષણોમાં છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, જાણો કઈ રીતે
HDFC બેંકમાંથી 5 વર્ષ માટે 15 લાખની લોન લેવા પર EMI કેટલું આવશે?
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે

આ પણ વાંચો : રાફેલના જરૂરી દસ્તાવેજોની ફાઇલ ચોરી થયા હોવાની વાત કરી લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારની મુશ્કેલી વધી, કોંગ્રેસે અપાનાવ્યો આક્રમક મોડ

રાહુલ ગાંધીએ મોદી સરકારને સીધો નિશાન સાધતાં કહ્યું કે, કેન્દ્ર સરકારને એક નવી લાઈન શોધી છે કે ગાયબ થઈ ગયું છે. રોજગાર ગાયબ થઈ ગયો છે, 15 લાખનો વાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઇલ ગાયબ થઈ ગઈ. જેની સાથે જ ચોકીદારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ થોડાં સમય પહેલાં જ રાફેલને ભારતમાં મોડું થવા પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જેના માટે રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ ડીલની મોદીજીએ બાઇપાસ સર્જરી કરી છે. રાફેલ ડીલમાં 30 હજાર કરોડનો ગોટાળો થયો છે. આ ફાઇલમાં લખ્યું છે કે PMO ડીલમાં દખલ કરી રહ્યા હતા. પૂર્વ રક્ષા મંત્રીની ફાઇલો હતી અને તેમની પણ તપાસ કરો, માત્ર પીએમ જ નહીં તમામની તપાસ થવી જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને બાનમાં લેતાં કહ્યું કે તેઓ પોતે આ મામલાની તપાસ કેમ નથી કરાવતા. રાહુલ ગાંધીએ પીએમને પૂછ્યું કે જો તેઓએ કંઈ જ નથી કર્યું તો તેઓ જેપીસી તપાસથી કેમ કતરાઈ રહ્યા છે. રાફેલ મામલે હવે વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર સવાલોના ઘેરામાં આવી રહ્યા છે.

ભાજપનો આરોપ 

ત્યારે ભાજપ તરફથી વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી જુઠ્ઠુ બોલી રહ્યા છે. તેમને ભારતીય વાયુસેના પર વિશ્વાસ નથી, સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ નથી. CAG પર પણ તેમને વિશ્વાસ નથી. તો શું તેમને પાકિસ્તાન પર વિશ્વાસ છે ? તેમણે કહ્યું કે, તેઓ જાણી જોઇને રાફેલ માટે વિરોધીને હાથની કથ્થપુતળી બની ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
g clip-path="url(#clip0_868_265)">