AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની ચૂંટણી પહેલા CM રૂપાણીના શહેરમાં કેમ ચાર રસ્તે મૂકાઈ આટલી મોટી ખરુશી? સોશિયલ મીડિયા અને લોકોમાં બની ચર્ચાનો વિષય

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય સુધી તમામ જગ્યાઓ પર ખુરશીની ચર્ચા ચાલી રહી છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ઘણાં પ્રયાસો કરાઈ રહ્યાં છે. રાજકોટમાં ગુરૂવારે જ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ખુરશીની આ ચર્ચાની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં પુનીતનગર સર્કલ પર 17 ફીટ લાંબી […]

લોકસભાની ચૂંટણી પહેલા CM રૂપાણીના શહેરમાં કેમ ચાર રસ્તે મૂકાઈ આટલી મોટી ખરુશી? સોશિયલ મીડિયા અને લોકોમાં બની ચર્ચાનો વિષય
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 09, 2019 | 11:57 AM
Share

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય સુધી તમામ જગ્યાઓ પર ખુરશીની ચર્ચા ચાલી રહી છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ઘણાં પ્રયાસો કરાઈ રહ્યાં છે.

રાજકોટમાં ગુરૂવારે જ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ખુરશીની આ ચર્ચાની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં પુનીતનગર સર્કલ પર 17 ફીટ લાંબી ખુરશી રાખી છે. આ ખરુશી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ચારેય બાજુ આ ખુરશીની ચર્ચા થઈ રહી છે.

આ અંગે રાજકોટ મ્યુનિસિલપ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું કે તે સિમ્બોલ ઑફ રિફ્લેક્શન અંતર્ગત જન-ભાગીદારીથી 2 દિવસ પહેલા અહીં રાખવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 50થી વધુ સર્કલને જનભાગીદારીના સહયોગથી અલગ અલગ થીમમાં ડેવલોપ કરવામાં આવેશે.

આ થીમમાં બેટી બચાઓ, સ્વચ્છતા સંદેશ, બ્લડ ડોનેશન જેવા સમાજઉપયોગી મેસેજ સાથે સર્કલને ડેવલોપ કરાઈ રહ્યાં છે.

Rajkot municipal commissioner

40 સર્કલ અત્યાર સુધી તૈયાર થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધી શહેરમાં 40 સર્કલ્સ ડેવલોપ કરી દીધા છે. જ્યારે, 10 માટે હજી પણ કામ ચાલુ છે. એક અંદાજો છે કે આવનારા 20 દિવસમાં બાકીના સર્કલ્સ પણ તૈયાર થઈ જશે. સાથે જ મ્યુનિસિપલ કમિશ્નરે એ વાતનો સ્વીકાર કરતા કહ્યું છે,

“અમને ખબર છે કે અમે જે આ ખુરશી રાખી છે તે દેશમાં ચર્ચાનો વિષય બની જશે.”

આગામી લોકસભા ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટી સત્તાની ખુરશી પર કબજો કરવાનો તનતોડ મહેનત કરશે. એવામાં રાજકોટની આ ખુરશીના કારણે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

[yop_poll id=1246]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">