પોલીસ બેડામાં મહિનાઓથી જોવાતી બઢતી-બદલીની આતુરતાનો ગત મોડીરાત્રે આવ્યો અંત, બદલીઓથી ‘કહીં ખુશી, કહીં ગમ’જેવો માહોલ, પોતાના વિશ્વાસુને સેટ કરી સરકારે ચિપ્યો બદલીનો ગંજીફો

આમ તો બદલીઓની વાત ૨૦૦૬ની ડીસીપી બેચથી શરૂ થઇ હતી. તેમને જૂલાઇ મહિનામાં ડીઆઈજીનું પ્રમોશન ડ્યૂ થયે આઠેક મહિના થઇ ગયા હતા. માટે બદલીઓ ક્યારે આવશે તેની તાલાવેલી સૌથી પહેલા આ બેચના અધિકારીઓમાં દેખાઇ હતી. આ બેચને હવે ગમે તે ઘડીએ ડીઆઈજીના પ્રમોશન મળી શકે છે તેવી શક્યતાઓ ચાલી રહી હતી ત્યારે જ રાજ્યના તત્કાલીન […]

પોલીસ બેડામાં મહિનાઓથી જોવાતી બઢતી-બદલીની આતુરતાનો ગત મોડીરાત્રે આવ્યો અંત, બદલીઓથી ‘કહીં ખુશી, કહીં ગમ’જેવો માહોલ, પોતાના વિશ્વાસુને સેટ કરી સરકારે ચિપ્યો બદલીનો ગંજીફો
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:59 PM

આમ તો બદલીઓની વાત ૨૦૦૬ની ડીસીપી બેચથી શરૂ થઇ હતી. તેમને જૂલાઇ મહિનામાં ડીઆઈજીનું પ્રમોશન ડ્યૂ થયે આઠેક મહિના થઇ ગયા હતા. માટે બદલીઓ ક્યારે આવશે તેની તાલાવેલી સૌથી પહેલા આ બેચના અધિકારીઓમાં દેખાઇ હતી. આ બેચને હવે ગમે તે ઘડીએ ડીઆઈજીના પ્રમોશન મળી શકે છે તેવી શક્યતાઓ ચાલી રહી હતી ત્યારે જ રાજ્યના તત્કાલીન પોલીસ વડા શિવાનંદ ઝાની વયનિવૃતીની ઘડીઓ ગણાવા લાગી હતી. અંગત સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે રાત્રે આવેલી બદલીઓ ગત ૭ જૂલાઈએ જ આવી જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ સરકારે તેના પર બ્રેક મારી દીધી. સરકારની બદલીઓની આ રોક પરથી એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ હતી કે, એપ્રિલમાં નિવૃત થયેલા અને ૩ મહિનાનાં એક્સ્ટેન્સન પર રહેલા શિવાનંદ ઝાને હવે વધુ એક્સ્ટેન્શન નહીં અપાય. તેનો એક તર્ક એ પણ હતો કે, આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર ડીજીના પોસ્ટિંગને લઇને ફરી કાયદાકિય ગૂંચવાડામાં પડવા માંગતી ન હોય. સરકારના આ જ ગણિતથી સ્પષ્ટ હતુ કે, નવા ડીજીપી ચાર્જ લે તે પછી જ બદલીઓ અને બઢતીઓ આપવી. થયું પણ એવું જ.

ગત રાત્રે બરોબર ૧૨ના ટકોરે બદલીઓનું લીસ્ટ રીલીઝ કરી દેવાયું. તેમાં દર વખતે હોય છે તેમ આ વખતે પણ ‘કહીં ખુશી, કહીં ગમ’ જેવી લાગણી ફેલાઇ. આઈ.એ.એસ અને આઈ.પી.એસની બદલીઓ સરકાર પોતના ‘‘પ્રજાલક્ષી’’ કામો અનુરૂપ જ કરતી હોય છે તે પણ જગજાહેર બાબત છે. હાલની બદલીઓમાં પણ આવા કેટલાક સમીકરણો અને ગણિત છે.

કોની બદલી પાછળ શું ગણિત હોઇ શકે? ‘સેફ અમદાવાદ’ની અનુકુળતા સંજય શ્રીવાસ્તવ અમદાવાદ પોલીસ કમિશનર: રાજ્યના મુખ્ય ડીજીપી પછી જો કોઇ બીજા નંબરની ડીજીની પોસ્ટ હોય તો તે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પોસ્ટ. પ્રણાલીકા પ્રામણે સૌથી સિનિયર આઈ.પી.એસ. જ ડીજી બને અને તે પછી બીજા નંબરે સેકન્ડ સિનિયર. હવે બીજા નંબરની પોસ્ટ એટલે કે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની ખુરશી પર પ્રણાલીકા પ્રમાણે તો કેશવકુમારનો નંબર હોવો જોઇએ. પરંતુ. કામગીરી અને વ્યક્તિગત છબીમાં એકદમ સ્પષ્ટ કેશવકુમાર લાંબા સમયથી એન્ટીકરપ્શન બ્યૂરોમાં છે. તેમની એસીબીની કામગીરી સરાહનીય રહી છે. અનેક નવા કામો અને મોટા કેસ તેમના સમયમાં કરવામાં આવ્યાં. આમ છતાં સરકારની અનુકુળતાનું કળશ ત્રીજા નંબરના સિનિયર સંજય શ્રીવાસ્તવ પર ઢોળાયું. કેશવકુમારને એસીબીમાં યથાવત રાખવામાં આવ્યાં. સંજય શ્રીવાસ્તવ સુરતમાં હતા ત્યારે પહેલીવાર તેમણે ‘સેફ સુરત’ નામથી સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુકી સુરતીઓને વધુ એક રક્ષા કવચ આપ્યું હતુ. આવી નવીનકામીગીર અમદાવાદીઓને આપે તેવી પણ આશા તેમની પાસે રખાઇ રહી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સરકાર રાજકિય બાબતો અને શમશેરસિંગ આઇપીસી જોવે છે! SHAMSHERSHIH – અધિકારીઓની બદલીમાં સરકાર રાજકિય બાબતો જોતી હોય છે. જ્યારે શમશેરસિંઘ માત્ર આઈ.પી.સી. અને સી.આર.પી.સી. જ જોતા હોય સરકારને મનમેળ બેસતો નથી. માટે જ ફિટનેસ પ્રિય શમશેરસિંઘ સરકારના પ્રિય લોકોની ડાયરીમાંથી બહાર રહ્યાં છે. તે સિનિયર હોવા છતાં સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું. અત્યાર સુધી સીઆઈડીનો ચાર્જ સંભાળનારા શમશેરસિંઘને હવે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આપી દેવાયો છે.

આર.બી બ્રહ્મભટ્ટ અને અજય તોમર વચ્ચેનો સિનિયર-જૂનિયરનો વિવાદ ખાળ્યો: R B BRAHMBHATTAJAY TOMAR સરકારની ગૂડબૂકના ટોપ ટેન અધિકારીઓમાના એક એવા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને આઈ.બીમાંથી સીધા સુરત શહેર જેવા મહત્વના શહેરના પોલીસ કમિશનર બનાવાયા હતા. અમદાવાદ પછી મહત્વનું શહેર સુરત છે. ત્યાં બ્રહ્મભટ્ટને પોલીસ કમિશ્નર બનાવાયા ત્યારે રાજ્યમાં પહેલીવાર કોઇ ગુજરાતી આઈ.પી.એસ.ને પોલીસ કમિશનર બનાવાનો રેકોર્ડ સર્જાયો હતો. જો કે તેમને લગભગ છ મહિના જેટલો સમય થયો અને વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી આપી દેવાઇ. તેમની જગ્યાએ અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરને ટ્રાન્સફર આપવામાં આવી. આ બદલી પાછળ સુત્રોનું કહેવું છે કે, સિનિયોરીટીમાં તોમર આગળ છે. હવે જો તેમને વડોદરાના સીપી બનાવાય તો સિનિયરને નાનું શહેર અને જૂનિયરને મોટુ શહેરનો ભેદ ઉભો થાત. માટે બન્નેને સાંચવી લેવાયા અને સિનિયર જૂનિયરની પરંપરા પણ જળવાઇ રહી.

‘વિશ્વાસુ ગહેલોત’ ANUPAM GEHLOT – વડોદરના પોલીસ કમિશનર અનુપમસિંગ ગહેલોત પણ સરકારની નજીક મનાય છે. વિશ્વાસુ અને બિનવિવાદાસ્પદ અધિકારીને નજીક રાખવામાં સરકારને પણ કોઇ વાંધો નથી. માટે વડોદરાના પોલીસ કમિશનર તરીકે બ્રહ્મભટ્ટને સાંચવીને સૌથી વિશ્વાસુ પોસ્ટ ગહેલોતને આપી દેવાઇ છે. આઈ.બીના વડાની પોસ્ટ કોઇ પણ સરકાર માટે મહત્વની હોય છે. સરકારની ભાવી નીતિઓ માટે પણ આ પોસ્ટથી મળતા ઇનપૂટ મહત્વના હોય છે. માટે આ પોસ્ટ પર દરેક સરકાર વિશ્વાસુ અધિકારીને જ સોંપતી હોય છે.

હિમાંશુ શુક્લાનો દબદબો યથાવત રહ્યો? HIMANSHU SHUKLA કાલ રાત્રે આવેલી બદલીઓમાં ગુજરાત એ.ટી.એસ.ના ડીઆઈજી હિમાંશુ શુક્લાનો દબદબો યથાવત રહ્યાની ચર્ચા આઇપીએસ લોબીમાં છે. અધિકારીઓનું કહેવું છે કે, અમિત વિશ્વકર્માને સેક્ટર-૧ (અમદાવાદ)થી સ્પે.પોલીસ કમિશનર તરીકે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર બનાવી દેવાયા. માટે અમિત વિશ્વકર્માનું કદ અને દબદબો મોટો થયો. સાથે જ વિશ્વકર્માને ગુજરાત એટીએસનો (ડીજીની પોસ્ટ ડાઉનગ્રેડ કરી) એડી.ડીજી અને આઈ.જીનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો. આમતો એટીએસ એ કોઇ પણ રાજ્ય માટે મહત્વની બ્રાન્ચ હોય છે. ત્યારે હિમાંશુ શુક્લાની આગેવાનીમાં તેમની ઉપરની બે પોસ્ટ પર સરકારે માત્ર ચાર્જ જ આપ્યો. કોઇ સત્તાવાર પોસ્ટિંગ આપ્યું નથી. એટલે કે એક જોતા હિમાંશુ શુક્લાનો પણ પોલીસબેડામાં દબદબો યથાવત રહ્યો.

ક્રાઇમ બ્રાન્ચને પણ ન છંછેડી સરકારે…

CRIME BRANCH AHMEDABAD અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ રાજ્ય સરકાર માટે અતિમહત્વની બ્રાન્ચ છે. આખા ગુજરાતના કોઇ પણ ગંભીર ગુનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરતા સરકાર ખચકાતી નથી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રન પાસે હાલ ગુજરાત એટીએસના ડીસીપીનો પણ ચાર્જ છે. ભદ્રને જ્યારથી વધારાનો એટીએસનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી શુક્લા અને ભદ્રનની જોડીએ અનેક ઓપરેશન સફળતાથી પાર પાડ્યા છે. ગુજરાતની સુરક્ષા માટે મહત્વની સાબીત થઇ રહેલી આ બન્ને બ્રાન્ચમાં અમિત વિશ્વકર્માના પોસ્ટિંગ સિવાય અન્ય કોઇ નવતર પ્રયોગ કરવાનું સરકારે ટાળ્યું છે. અમિત વિશ્વકર્મા પણ ગુનેગારો પર પકડ ધરાવતા હોય તેમના પોસ્ટિંગનો લાભ અમદાવાદની પ્રજાને ચોક્કસ મળશે.

અભય ચૂડાસમા ‘નેઇમ ઇઝ ઇનફ’ ABHAY CHUDASMA લગભગ ૧૦ વર્ષ સુધી અમદાવાદથી દૂર રહેલા અભયસિંહ ચૂડાસમાને ગાંધીનગર રેન્જનું પોસ્ટિંગ મહત્વનું મનાય છે. અભયસિંહ ચૂડાસમા ગુનેગારો માટે ‘નેઇમ ઇઝ ઇનફ’ જેવું વ્યક્તિત્વ છે. તે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હતા ત્યારે સિરિયલ બ્લાસ્ટના આતંકિઓને એક જ પખવાડિયામાં પકડી પાડવાનો શ્રેય તેમના સીરે પણ છે. ગુનેગારો પર તેમની પકડ અને અકડ બન્નેથી તે ફેમસ છે. દસ વર્ષ પછી ગાંધીનગર પોસ્ટિંગ આપી તેમને અમદાવાદ નજીક લવાયા છે.

સરકારે સૌરાષ્ટ્રને બદલીઓમાં બાકાત રાખ્યું સૌરાષ્ટ્રમાં જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ અને રાજકોટ રેન્જ એમ ત્રણ રેન્જ આઈજીથી લગભગ આખુ સૌરાષ્ટ્ર કવર થઇ જાય છે. આ ત્રણેય રેન્જના એક પણ આઈ.જીને નહીં બદલી સરકારે આશ્ચર્ય ચોક્કસ સર્જ્યુ છે. સૌરાષ્ટ્રના ત્રણેય રેન્જ આઈ.ઇ.જીને યથાવત રાખી ‘કાઠિયાવાડી’ મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થામાં સબ સલામતનો પૂરાવો આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">