ગાંધીનગરની સીટ પર ચાણક્યની એન્ટ્રી તો ભિષ્મ-પિતામહની એક્ઝીટ, જાણો અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના નિર્ણયથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન?

ભાજપે ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ટિકીટ આપવાની જાહેરાત કરી દીધી છે. અમિત શાહના ગુજરાતમાંથી ચૂંટણી લડવાના સમાચારથી કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને ઠેર-ઠેર ઉજવણી કરી રહ્યાં છે. બીજેપીએ આખરે પોતાના ચાણક્યને ગાંધીનગર સીટ ઉપરથી ઇલેક્શન લડાવવાની જાહેરાત કરી દીધી.  પરિણામે ગુજરાતના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ સર્જાયો છે, કાર્યકર્તાઓએ જાહેરાતની સાથે જ ઢોલ નગારા […]

ગાંધીનગરની સીટ પર ચાણક્યની એન્ટ્રી તો ભિષ્મ-પિતામહની એક્ઝીટ, જાણો અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના નિર્ણયથી ભાજપને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 21, 2019 | 6:43 PM

ભાજપે ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ટિકીટ આપવાની જાહેરાત કરી દીધી છે. અમિત શાહના ગુજરાતમાંથી ચૂંટણી લડવાના સમાચારથી કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને ઠેર-ઠેર ઉજવણી કરી રહ્યાં છે.

બીજેપીએ આખરે પોતાના ચાણક્યને ગાંધીનગર સીટ ઉપરથી ઇલેક્શન લડાવવાની જાહેરાત કરી દીધી.  પરિણામે ગુજરાતના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ સર્જાયો છે, કાર્યકર્તાઓએ જાહેરાતની સાથે જ ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડીને જાણે વિજયોત્સવની ઉજવણી કરી.  ત્યારે એ વાત જરુર સમજવા જેવી છે કે હવે બીજેપી માટે સમીકરણો હકારાત્મક થશે કે નકારાત્મક. હાલ તો કાર્યકર્તાઓ અને નેતાઓ 26 સીટો મોટી માર્જીનથી જીતવાનો દાવો કરી રહ્યાં છે પણ અમિત શાહને લાવવાથી સાથે જ  એલ કે આડવાણીનુ પત્તુ કપાયુ છે તેવી લાગણી છે.  આમ આ વાતની સાથે પાટીદારોની નારાજગી પણ સહન કરવાનો વારો ભાજપને આવી શકે એમ છે.

ચાણક્યની એન્ટ્રી ભિષ્મ પિતામહની એક્ઝીટ

બીજેપીએ પોતાના વર્તમાન ચાણક્ય એટલે કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની એન્ટ્રી હવે લોકસભામાં કરાવવાનું નક્કી કર્યુ છે, તો પાર્ટીના ભિષ્મ પિતામહ એવા એલ કે આડવાણીની એક્ઝિટ હવે નક્કી થઇ ગઈ છે. તેમને હવે આરામ આપી દેવાનો નિર્ણય કરી દેવાયો છે. અમિત શાહ હવે ગાંધીનગર લોકસભાના બીજેપીના ઉમેદવાર છે જાહેરાત થતાની સાથે જ જાણે હોળીના દિવસે દિવાળી ઉજવાઈ રહી હોય તેવો માહોલ ભાજપમાં સર્જાયો છે.  કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ સામે હવે 26 સીટ વધુ માર્જીનથી જીતવા માટે પ્રયાસો કરવા પડશે, મહેનત કરવી પડશે, આ વાત સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને ખબર છે અને તેઓ તેના માટે તૈયારી પણ કરી રહ્યા છે.  સુત્રોનું માનીએ તો ગાંધીનગરથી અમિતશાહ ચૂંચણી લડે તેના માટે નવેમ્બરથી તૈયારીઓ શરુ કરી દેવાઇ હતી, જેથી સેન્સ લેવાની પ્રક્રિયામાં કોઇએ એલ કે આડવાણીનું નામ સુધ્ધા ન લીધું હતું.

અમિત શાહના ગુજરાતમાંથી ઇલેક્શન લડવાના ફાયદા

અમિત શાહ જો ગાંધીનગરથી ચૂંટમી લડશે તો સ્થાનિક નેતાઓ ઉપર એક માનસિક દબાણ રહેશે. તેઓ કોઇ ખોટુ મિસ બ્રિફીંગ નહી કરી શકે અને નારાજગીને ખાળવામાં અમિત શાહ સીધી રીતે ડેમેજ કંટ્રોલરની ભુમિકા અદા કરશે. માત્ર ઉત્તર ગુજરાત જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રની સ્થિતીમાં ફેરફાર લાવવાની રણનીતિક તાકત અમિત શાહમાં છે તો સાથે તેઓ સામદામ દંડનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તેમને સારી રીતે આવડે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ગુજરાતથી ચૂંટણી નહી લડે તો પણ અમિત શાહની હાજરીથી તેમની કમી પુર્ણ થઇ શકે છે. અમિત શાહના આગમનથી સમર્થકો અને કાર્યકર્તામાં નિરાશા નહી આવે તે પાક્કું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અડવાણીની અવણના અને પાટીદારોની નારાજગી નડી શકે છે ભાજપને

ભાજપે જે રીતે છેલ્લા કેટલાય સમયથી એલ કે આડવાણીને હાંસીયામાં ધકેલવાની કામગીરી શરુ કરી હતી. આવી લાગણી કાર્યકર્તાઓમાં પણ છે.  કોંગ્રેસ આ મુદ્દાને ભાવનાત્મક રીતે ઉઠાવી શકે છે સાથે જે રીતે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારો ઉપર કથિત અત્યાચાર અને 14 યુવાનોના મોતને કોંગ્રેસ મુદ્દો બનાવશે. શક્ય છે કે જે તે સમયની પોલીસ દમનની સીડીઓ પણ છેલ્લી ઘડીએ વહેતી કરાય જેથી અમિત શાહની પાટીદાર વિરોધી છાપને ઉભી કરી શકાય તેવા પ્રયત્નો પણ થઈ શકે છે. જો આમ થયું તો માત્ર ગાંધીનગર જ નહી પણ ઉત્તર ગુજરાત ચરોતર અને સૌરાષ્ટ્રમાં પણ ભાજપને નુકશાન થવાની ભીતી છે.  શક્યતા છે કે અમિત શાહને ટિકીટ મળવાની બાબત મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ ન ગમી હોય. પરિણામે પાટીદારોની નારાજગી ભડકાવવાનો પ્રયત્ન તેમના સમર્થકોના માધ્યમથી પણ થઇ શકે છે, તે વાતનો ઇન્કાર પણ સુત્રો નથી કરી રહ્યાં. આ બધાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ જે રીતે કડવા અને લેઉઆ પાટીદારોને મનવવા માટે તેમના કાર્યક્રમોમાં હાજરી આપીને તેમની નારાજગી દુર કરવાનો પ્રયત્ન કર્યો છે તે કેટલો સફળ નિવડે તે જોવું રહ્યું.

ભાજપ માટે સલામત સીટ છે ગાંધીનગર

ગાંધીનગર લોકસભા સીટના ઇતિહાસની વાત કરીએ તો આ બેઠક ઉપર 1967માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. જેમા કોગ્રેસના સોમચંદભાઇ સોલંકી અહીંથી પ્રમથ સાસંદ બન્યા હતા.  જ્યારે પરસોત્તમ માવલંકર ભારતીય લોક દળથી 1977થી 1980 સુધી સાસંદ રહ્યાં ફરી અહી 1984થી19 89 સુધી કોંગ્રેસના સાસંદ તરીકે જી આઇ પટેલ રહ્યા છે. પછી જ્યારે રામમંદીર આંદોલન ચાલ્યું ત્યારે અહી સાસંદ પણ બદલાયા અને પ્રજાએ હાથનો સાથ પણ છોડી દીધો.  અહીંથી ભાજપનું ખાતું શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં 1989માં ખુલ્યું.  1991થી 1996સુધી અહીંથી લાલ કૃષ્ણ આડવાણી સાસંદ રહ્યાં.  1996માં જ્યારે પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી પણ આ સીટ ઉપરથી ચૂંટમી લડી ચુક્યા છે.  વાજપાયી ત્યારે 2 સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હોવાથી ગાંધીનગર સીટ ખાલી કરી હતી. તે પછી 1998થી સતત એલ કે આડવાણી અહીંથી સાસંદ તરીકે ચૂંટાતા આવ્યા છે. હવે 2019માં એલ કે આડવાણીની વધતી ઉંમરની સાથે ઉમેદવાર તરીકેની તેમની ટીકીટ પણ તેમનો સાથ છોડી શકે છે. ગાંધીનગરની બેઠક પરથી તો અમિત શાહને આ લોકસભાની ચૂંટણીમાં ટિકીટ આપી દેવાઈ છે જેના લીધે અડવાણીનું પત્તુ કપાઈ ગયું છે.

જાતિગત સમીકરણો બગાડી શકે છે ભાજપનો ખેલ

ગાંધીનગર લોકસભા સીટની વાત કરીએ તો આમાં સાત વિધાનસભા સીટો આવેલી છે. જેમાં ઘાટલોડીયા , સાબરમતી, નારણપુરા,વેજલપુર,સાણંદ કલોલ અને ગાંધીનગર ઉત્તરનો સમાવેશ થાય છે.  ત્યારે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં કોંગ્રેસનો કબ્જો છે,જ્યારે બાકીના પાંચ વિધાનસભામાં ભાજપે 2017માં જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ હવે જો ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદમાં સારુ માર્જીન મેળવે  સાથે જો વેજલપુરમાં ભાજપનું માર્જીન ઘટાડવામાં સફળતા મેળવે તો ભાજપ માટે મુશ્કેલી થઈ શકે છે.આ નું કારણ એ છે કે  સાબરમતી,  ઘાટલોડીયા અને નારાણપુરાથી માત્ર આ સીટ નહી જીતાય,જેથી ભાજપને મહેનત કરવી પડશે.  જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ઠાકોર 18થી 20 ટકા છે, જ્યારે  10થી 12 ટકા પાટીદારોનો પ્રભાવ છે. તે સિવાય ઓબીસી 20 ટકા, સવર્ણ 6 ટકા, મુસ્લિમ 3 ટકા, કોળી પટેલ 4 ટકા જાતિઓ પ્રભુત્વ ધરાવે છે.  જેના પગલે ભાજપ માટે આ સીટ અનુકૂળ બની જાય છે.  જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકામાં  દલિત વોટબેંક પણ છે,જેનુ ભાજપ અને તેમના રણનીતિકારોએ ધ્યાન રાખવાની જરરુ છે.

ભાજપનું સેન્સ લેવાનુ કામ નોન-સેન્સ સાબિત થયું

પ્રદેશ ભાજપે જે રીતે ત્રણ દિવસ સુધી સેન્સ લેવાનુ કામ કાર્યકર્તાઓ પાસે કરાવ્યું  તે પછી પ્રદેશ હોદ્દેદારોએ 3 દિવસ બેસીને નામોની યાદી તૈયાર કરી અને માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો કે પાર્ટી લોકશાહી ઢબેથી નામો પાર્લામેન્ટરી કમિટીમાં મોકલશે અને પાર્લામેન્ટરી બોર્ડ નામો નક્કી કરતા હોય છે.  પરંપરા હોય છે કે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશના સીએમ અને પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાની હાજરી હોય છે.  ઉલ્લેખનીય છે કે હજુ સીએમ અને પ્રદેશ પ્રમુખ એરપોર્ટ ઉપર નામો અંગે સુફિયાણી વાતો કરતા હતા અને ત્યારે અમિત શાહનું નામ ગાંધીનગર સીટ માટે જાહેર થઈ ગયુ હતું. આ સાબિત કરે છે કે પ્રદેશની યાદી હજુ તો દિલ્હી પહોંચી જ ન હતી તે પહેલાં જ હાઇ કમાન્ડે  કોને ટિકીટ આપવી તે નક્કી કરી જ લીધું હતું. આમ 6 દિવસ સેન્સના નામે લોકશાહીઢબે ભાજપ ચાલે છે તેવું નાટક ખુલ્લું પડ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">