Violence in Bengal : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ હિંસા ચાલુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સતત હિંસાને કારણે રાજ્યમાં લોકોને પલાયન થવાની ફરજ પડી રહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના પરિણામે મોટા પાયે આંતરિક વિસ્થાપન અને પલાયન થઇ રહ્યું છે.
હિંસાના કારણે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત મળતી માહિતી અનુસાર બંગાળમાં હિંસા (Violence in Bengal) અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિંસાના ડરથી લોકોને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે અથવા તેમને ભાગવાની ફરજ પડી છે. તેઓને પશ્ચિમ બંગાળની અંદર અને બહાર આશ્રયસ્થાનો અથવા શિબિરોમાં રહેવાની ફરજ પડી રહી છે. અરજીમાં એક લાખથી વધુ લોકોના સ્થળાંતરનો દાવો કરવામાં આવ્યો છે.
લોકોનું પલાયન એ ગંભીર માનવીય મુદ્દો પશ્ચિમ બંગાળમાં હિંસા (Violence in Bengal) અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રાયોજિત હિંસાને કારણે લોકોનું પશ્ચિમ બંગાળ સ્થળાંતર એ ગંભીર માનવીય મુદ્દો છે, તે લોકોના અસ્તિત્વની બાબત છે. આ લોકોને દયનીય પરિસ્થિતિમાં જીવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, જે ભારતના બંધારણની કલમ 21 હેઠળ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.21 મેશુક્રવારે વરિષ્ઠ વકીલ પિંકી આનંદે જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ બી.આર. ગવાઈની વેકેશન બેંચ સમક્ષ અરજી પર વહેલી સુનાવણી કરવાની માંગ કરી હતી.
કેન્દ્ર સરકાર પાસે આ માંગણી કરાઈ પશ્ચિમ બંગાળમાં હિંસા (Violence in Bengal) રોકવા અંગે આ અરજીમાં કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે બંધારણની કલમ -355 અંતર્ગત પોતાની ફરજ નિભાવતા કેન્દ્ર સરકારે રાજ્યને આંતરિક આશાંતિ અને અવ્યવસ્થાથી બચાવવું જોઈએ. રાજ્યમાં રાજકીય હિંસા, લક્ષિત હત્યા અને બળાત્કાર વગેરે ઘટનાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ વિસ્થાપિત લોકોને તાત્કાલિક આશરો, ભોજન, દવાઓ વગેરે આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આવતા અઠવાડિયે સુનાવણી થશે બંગાળમાં હિંસા (Violence in Bengal) સામેની આ અરજીમાં આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સ્થળાંતરના પરિમાણો અને કારણોનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકારને તપાસ પંચની રચના કરવા નિર્દેશ આપવો જોઇએ. વિસ્થાપિત લોકોના પુનર્વસન માટેની વ્યવસ્થા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી આવતા અઠવાડિયે કરશે.
આ પણ વાંચો : જાણો કેવી રીતે ફેલાય છે બ્લેક ફંગસ અને તેનાથી કેમ બચવું? દેશના ટોચના બે ડોકટરે આપી માહિતી