Black Fungus : જાણો કેવી રીતે ફેલાય છે બ્લેક ફંગસ અને તેનાથી કેમ બચવું? દેશના ટોચના બે ડોકટરે આપી માહિતી
Black Fungus : દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે તેમજ અન્ય રાજ્યની સરકારોએ મહામારી જાહેર કરી છે.
Black Fungus : દેશમાં કોરોના મહામારી સાથે બીજી એક મહામ્રી ઉભી થઇ છે. દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે તેમજ અન્ય રાજ્યની સરકારોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.દેશના ટોચના બે ડોકટર AIIMS ના ડીરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા (Dr.Randeep Guleria) અને મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રેહાન (Dr.Naresh Trehan) આ બ્લેક ફંગસ વિશે જાણકારી આપી છે.
સ્ટીરોઇડના વધુ પડતા ઉપયોગથી જોખમ Black Fungus વિશે ડો.ગુલેરીયાએ કહ્યું કે હાલમાં કોવિડ દર્દીઓમાં જોવા મળતા ફંગલ ઇન્ફેક્શનનો વ્યાપ વધ્યો છે. અનિયંત્રિત ડાયાબિટીઝ અને કોરોનાથી ચેપ લાગવાથી મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસનું જોખમ વધી શકે છે.
ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં કોરોનાની સારવારમાં સ્ટીરોઇડ (Steroid) નો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય સંક્રમણનું જોખમ વધારે છે. રોગના હળવા અને વહેલા લક્ષણ ન દેખાય તો પણ આપવામાં આવતું સ્ટીરોઇડ અન્ય સંક્રમણનું કારણ બની શકે છે. જો લક્ષણો ન હોવા છતાં દર્દીને વધુ પ્રમાણમાં સ્ટીરોઇડ આપવામાં આવે તો તેઓને હાઈ બ્લડ સુગર લેવલ અને મ્યુકોરમાઈકોસીસ એટલે કે Black Fungus નું જોખમ વધી શકે છે.
There has been an increasing trend in the fungal infection being seen in COVID patients. This was also reported to some extent during SARS outbreak. Uncontrolled diabetes with COVID can also predispose to the development of #Mucormycosis: AIIMS Director Dr Guleria on Black fungus pic.twitter.com/IEgooUvKYA
— tv9gujarati (@tv9gujarati) May 21, 2021
બ્લેક ફંગસથી કેવી રીતે બચવું ? મ્યુકોરમાઈકોસીસ એટલે કે Black Fungus ના વધતા જતા કેસો પર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે તેને અટકાવવાના ઉપાયો પર કામ કરવું પડશે.ડો.રણદીપ ગુલેરિયાએ બ્લેક ફંગસથી બચવા માટે મહત્વપૂર્ણ તથ્યો રજૂ કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે બ્લડ સુગર લેવલ પર સારું નિયંત્રણ રાખવું જોઈએ. જે લોકો સ્ટીરોઇડ પર છે, તેઓએ દરરોજ બ્લડ સુગર લેવલ ચેક કરવું અને અને ધ્યાન રાખવું કે સ્ટીરોઇડ ક્યારે આપવું અને તેના કેટલા ડોઝ આપવાના છે.
ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરો : ડો.રણદીપ ગુલેરિયા Black Fungus એટલે કે મ્યુકોરમાઈકોસીસ અંગે થઇ રહેલી વિવિધ ચર્ચાઓ અંગે ડો.રણદીપ ગુલેરિયાગુલેરિયાએ જણાવ્યું કે બ્લેક ફંગસ અંગે કરવામાં આવી રેહલા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરો. બ્લેક ફંગસ વિશે ઘણા ખોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કાચો ખોરાક ખાવાથી આ રોગ થાય છે પરંતુ આ વાતની સત્યતા અંગે કોઈ ડેટા નથી. ઓક્સિજનના ઉપયોગ સાથે પણ આને કોઈ લેવાદેવા નથી. હોમ આઇસોલેશનમાં રહેતા લોકોમાં પણ મ્યુકોરમાઈકોસીસ જોવા મળ્યો છે.
બ્લેક ફંગસના લક્ષણો મેદાંતાના ચેરમેન ડો.નરેશ ત્રેહાન (Dr.Naresh Trehan)એ જણાવ્યું હતું કે કોવિડ દર્દીમાં Black Fungus એટલે કે મ્યુકોરમાઈકોસીસના પ્રથમ લક્ષણોમાં દુખાવો, નાક ભરાઈ જવું, ગાલ પર સોજો, મોંઢાની અંદરના ફૂગ અને પાપણો સોજી જવી વગેરે છે. બ્લેક ફંગસથી બચવા માટે કડક તબીબી સારવારની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટીરોઇડનો વિવેકપૂર્ણ ઉપયોગ અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું એ બ્લેક ફંગસને નિયંત્રિત કરવાના ઉપાય છે.
આ પણ વાંચો : Barge P305 : તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર FIR નોંધાઈ