Winter Special Food : શિયાળામાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્વીટ કોર્ન સૂપ, આ રહી સરળ રેસિપી, જુઓ તસવીરો

|

Jan 04, 2025 | 8:46 AM

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે સ્વીટ કોર્ન સૂપ ઘરે બનાવી શકાય.

1 / 6
સામાન્ય રીતે હવે દરેક જગ્યાએ સ્વીટ કોર્ન સરળતાથી મળી જતા હોય છે. સ્વીટ કોર્નમાં ખાંડની માત્રા હોવાથી ગ્લાઇસેમિક ઇન્ડિક્સ ઓછો હોય છે. આ સિવાય પ્રોટીન, મેંગનીજ, મેંગનીશિયમ, ઝિંક જેવા પોષક તત્વો રહેલા હોય છે.

2 / 6
સ્વીટ કોર્ન સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. તેના માટે સ્વીટ કોર્ન, મરી પાઉડર, ગાજર, ફણસી, લીલી ડુંગળી, આદું- મરચા અને લસણ, મીઠું, કોર્ન ફ્લોર, લીલી ડુંગળીના પાન અને કોથમીર સહિતની વસ્તુઓની જરુર પડશે.

3 / 6
સૂપ બનાવવા માટે સૌથી પહેલા થોડા સ્વીટ કોર્નને અધકચરા પીસી લો. ત્યારબાદ ફણસી, ગાજર, લીલી ડુંગળી, કોથમીર, આદું મરચાને સ્વચ્છ પાણીથી ધોઈને ઝીણા કાપી લો.

4 / 6
હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ, મરચાં અને લસણ ઉમેરી બરાબર સાંતળી લો. પછી તેમાં કાપેલી લીલી ડુંગળી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ ઝીણી કાપેલા વેજીટેબલ ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી 4-5 મિનીટ સારી રીતે ઉકળવા દો.

5 / 6
સૂપ બનાવવા માટે ઉપયોગમાં લીધેલા શાકભાજી 5 મિનીટ કૂક થાય ત્યારબાદ તેમાં અધકચરા પીસેલા સ્વીર્ટ કોર્ન ઉમેરી તેમાં મીઠું, મરી પાઉડર અને ઓગાળેલો કોર્ન ફ્લોર ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.

6 / 6
હવે સૂપ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર થયેલા સૂપ પર તમે લીલી ડુંગળી , કોથમીરથી ગાર્નિશ કરી બ્રેડ કે ટોસ્ટ સાથે સર્વ કરી શકો છો. ( All Image - Freepik )

Next Photo Gallery