Health News : શું ખરેખર મેંદાનો લોટ આંતરડામાં ચોંટી જાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ
કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. આ વાતથી આપણે સૌ કોઈ અવગત છીએ. બજારમાં મોટાભાગે મેંદાના લોટની વસ્તુઓ વધારે વેચાતી હોય છે. પિત્ઝા,પફ સહિતની વસ્તુઓ નાના-મોટા બધા લોકોને પસંદ હોય છે.પરંતુ એવું પણ માનવામાં આવે છે કે મેંદાનું સેવન કરવાથી તે આંતરડામાં ચોંટી જાય છે.
1 / 7
આપણે બધા જ લોકો રિફાઈન્ડ લોટ એટલે કે મેંદાનો લોટનું સેવન કરીએ છીએ. ત્યારે મોટાભાગના લોકોની માન્યતા એવી છે કે મેંદાનું વધારે પડતું સેવન કરવાથી લોટ આંતરડામાં ચોંટી જાય છે.
2 / 7
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો મેંદાના લોટને સારી રીતે રાંધીને ખાઈ તો તે આંતરડામાં ચોંટી જતો નથી. મેંદાનો લોટ ઘઉંમાંથી જ બનાવવામાં આવે છે.
3 / 7
મેંદાનો લોટ બનાવવામાં વધારે પ્રક્રિયા કરવામાં આવતી હોવાના કારણે તેમાં રહેલા પોષક તત્વો નાશ થાય છે. આ પ્રક્રિયામાં ખાસ કરી ફાયબર દૂર થઈ જાય છે. જેના કારણે પાચન સ્વાસ્થ્ય માટે બિલકુલ સારુ નથી.
4 / 7
મેંદાનો વધારે પડતું ખાવામાં આવે તો તે પાચનક્રિયાને ધીમી કરી શકે છે અને પેટમાં ભારેપણું અનુભવ થાય છે. જેના પગલે કબજિયાતની સમસ્યા સર્જાઈ શકે છે.
5 / 7
બીજી બાજુ વધુ પડતો રિફાઇન્ડ લોટ ખાવાથી તમારું વજન વધી શકે છે. તેમાં સ્ટાર્ચ હોય છે. જે કોલેસ્ટ્રોલ વધારી શકે છે જે હૃદયને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
6 / 7
રિફાઇન્ડ લોટનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે. તેથી તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. તેમાં ખૂબ જ ઓછું પ્રોટીન હોય છે જે હાડકાં અને સ્નાયુઓને નુકસાન પહોંચાડી શકે છે.
7 / 7
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)