WhatsApp કૉલ સરળતાથી થશે રેકોર્ડ, તમારા ફોનમાં રહેલા આ ફિચરને કરી લો ઓન
શું WhatsApp કૉલને રેકોર્ડ કરી શકાય છે? આનો જવાબ મોટાભાગના લોકો કદાચ 'ના' માં આપશે. પણ આજે આપને એક એવા આવા જ એક ફિચર વિશે જણાવશુ, જેનાથી આપ વોટ્સએપ કોલને રેકોર્ડ કરી શકો છો.
1 / 8
WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા પણ મળે છે.
2 / 8
મોટી સંખ્યામાં લોકો કોલિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શું WhatsApp કોલ રેકોર્ડ કરવાનો કોઈ વિકલ્પ છે ખરો?
3 / 8
તમે ખૂબ જ સરળતાથી કોઈપણ WhatsApp કૉલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.
4 / 8
તમે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરી રેકોર્ડ કરી શકશો. આ માટે તમારે તમારા ફોનના જ એક ફીચરનો ઉપયોગ કરવો પડશે.
5 / 8
જેવો તમને કોઈ વોટ્સએપ કોલ આવે તો તેને રિસીવ કરી તમારા ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર ઓન કરવાનું રહેશે.
6 / 8
આ ફિચર ચાલુ કરતાની સાથે જ તમારી સ્ક્રીન રેકોર્ડ થશે. આ ઉપરાંત ફોન WhatsApp Call ને પણ રેકોર્ડ કરશે. સ્ક્રીન અને કોલ રેકોર્ડ કરવામાં આવશે
7 / 8
આ રીતે તમે કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વગર WhatsApp કોલ રેકોર્ડ કરી શકો છો. મોટાભાગના ફોનમાં તમને આ વિકલ્પ ક્વિક સેટિંગમાં મળી જશે.
8 / 8
તમારે નોટિફિકેશન બારને સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. ત્યારબાદ રેકોર્ડિંગવાળા કેમેરાના લોગોની સાથે સ્ક્રીન રેકોર્ડિંગનું ફિચર જોવા મળશે. આ ફીચરને ઓન કરીને તમે તમારા વોટ્સએપ કોલ્સ સરળતાથી રેકોર્ડ કરી શકશો.