ડોનાલ્ડ ટ્રમ્પએ લીધા શપથ, અપાઈ 21 તોપોની સલામી, જાણો 21 નો જ અંક કેમ ? ભારતમાં ક્યારથી શરૂ થયો આ ટ્રેન્ડ
21 તોપોની સલામી એ રાષ્ટ્રના વડા કે અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પરંપરા બ્રિટિશ સામ્રાજ્યમાં શરૂ થઈ હતી અને ભારતમાં 1947માં પંડિત નેહરુને પ્રથમવાર આપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને પણ તેના સપથ સમયે 21 તોપોની સલામી આઆપવામાં આવી હતી.
1 / 6
21 તોપોની સલામી શું છે? : 21 તોપોની સલામી એ રાજ્યના વડા, રાજા અથવા અન્ય ઉચ્ચ કક્ષાના વ્યક્તિને આપવામાં આવતો વિશેષ સન્માન છે. તે એક ઔપચારિક લશ્કરી પરંપરા છે જેમાં ચોક્કસ સંખ્યામાં તોપના ગોળીબાર કરવામાં આવે છે. આ સન્માન ખાસ કરીને સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અથવા કોઈપણ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગે આપવામાં આવે છે.
2 / 6
ફક્ત 21 તોપોની સલામી જ કેમ આપવામાં આવે છે? તેવો પણ પ્રશ્ન તમને થતો હશે તો તમને જણાવી દઈએ કે, 21 તોપોની સલામીને સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. "21" સંખ્યાનું વિશેષ મહત્વ છે કારણ કે, આ સન્માનની સર્વોચ્ચ પરંપરાને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન સમયમાં તોપોની સંખ્યા સમ અથવા વિષમ રાખવામાં આવતી હતી. વિષમ સંખ્યાઓને શુભતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવતું હતું. 21 નંબર "સૌથી વધુ માન્યતા" નું એક પ્રકારનું પ્રતીક બની ગયું.
3 / 6
21 તોપોની સલામીનો આ ટ્રેન્ડ બ્રિટિશ સામ્રાજ્યમાં શરૂ થયો હતો. 17 મી સદીમાં, જહાજો અને કિલ્લાઓમાં તોપો દ્વારા સન્માન આપવાની પ્રથા શરૂ થઈ. શરૂઆતમાં, ઓછા શક્તિશાળી જહાજોમાં 7 તોપોનો ઉપયોગ થતો હતો, અને જમીન પરના કિલ્લાઓ વધુ શક્તિશાળી હતા, તેથી તેઓએ 3 ગણી સલામી આપી, એટલે કે 21 તોપોની સલામી આપવામાં આવી. 18 મી સદીમાં બ્રિટિશ સામ્રાજ્યએ 21 તોપોની સલામીને સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન તરીકે સ્થાપિત કરી.
4 / 6
ભારતમાં સૌપ્રથમ કોને 21 તોપોની સલામી આપવામાં આવી હતી? તેની વાત કરી તો ભારતમાં 21 તોપોની સલામીનો પ્રથમ સત્તાવાર ઉપયોગ 15 ઓગસ્ટ 1947 ના રોજ થયો હતો, જ્યારે દેશને આઝાદી મળી હતી.
5 / 6
આ સલામી પહેલી વાર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને દિલ્હીના લાલ કિલ્લા પર આપવામાં આવી હતી. ત્યારથી દરેક સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે આ પરંપરા ચાલુ રાખવામાં આવી છે.
6 / 6
હાલની વાત કરવામાં આવે તો ભારતમાં પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ના રોજ 21 તોપોની સલામી આપવામાં આવે છે. આમાં, ભારતીય સેનાની પરંપરાગત બંદૂકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે સંપૂર્ણ ચોકસાઈ અને શિસ્ત સાથે ફાયર કરવામાં આવે છે.
Published On - 10:46 pm, Mon, 20 January 25