Vastu Tips : શું ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખી શકાય ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે. પરંતુ મોટા ભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે જેના કારણે વાસ્તુદોષ થાય છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે કાળા રંગનું માટલું રાખવું જોઈએ કે નહીં તે અંગે જાણીશું.
1 / 5
દરેક લોકોના ઘરે માટીનું માટલું તો હોય છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય મોટાભાગના ઘરે પાણી માટીના માટલામાં ભરવામાં આવે છે. કેટલાક લોકોના ઘરે કાળા રંગનું માટલું રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા કાળા રંગનો માટીનો ઘડો ઘરે રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે.
2 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘડો હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં માટીનું માટલું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે.
3 / 5
આ ઉપરાંત તે ઘરના વાસ્તુ દોષોનો પણ નાશ કરે છે. તે જ સમયે જો તમે ઘરમાં કાળા રંગનું માટલું રાખવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. તેમાં પાણી ભરીને રાખવાથી નકારાત્મકતા ખૂબ જ ઝડપથી દૂર થાય છે.
4 / 5
તેમજ ઘરમાં જો કોઈ નજર દોષ અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં પણ મદદરુપ થાય છે. લોકમાન્યતા અનુસાર જો કંઈક ખરાબ કે દુર્ઘટના થવાની હોય ત્યારે આ કાળા રંગનું માટલું ફૂટી જાય છે.
5 / 5
આ સાથે એવુ પણ માનવામાં આવે છે કે ઘરમાં કાળા રંગનો ઘડો રાખવામાં આવે તો રાહુનો નકારાત્મક પ્રભાવ પડતો નથી. તેમજ શનિદેવ પણ પ્રસન્ન થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Pic- Freepik )
Published On - 2:45 pm, Wed, 15 January 25