Vastu Tips : શું ઘરની અંદર સીડી બનાવવી જોઈએ કે નહીં ? જાણો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવા માટે સાચી દિશા અને સ્થાન જરૂરી છે. તેવી જ રીતે ઘરમાં સીડી બનાવવી કે નહીં, જો ઘરમાં સીડી બનાવવો તો ક્યાં બનાવવી તે શુભ માનવામાં આવે છે. તે અંગે માહિતી આપી છે.
1 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના નિર્માણમાં દરેક નાની-નાની વિગતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સીડીઓ પણ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેના નિર્માણમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
2 / 7
સીડીના નિર્માણમાં વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. જો વાસ્તુના નિયમો અનુસાર સીડીઓ બનાવવામાં ન આવે તો તેનાથી ઘરમાં અનેક પ્રકારના વાસ્તુ દોષ લાગે છે.
3 / 7
વાસ્તુદોષના પગલે ઘરના રહેવાસીઓના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. વાસ્તુ અનુસાર ઘરની અંદર સીડીઓ બનાવવી શુભ માનવામાં આવતી નથી.
4 / 7
વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો ઘરની અંદર સીડીઓ બનાવવામાં આવે તો પરિવારમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે. આ ઉપરાંત તેની અસર ઘરની વાસ્તુ પર પણ પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવાના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે. ઘરની વાસ્તુ અને ઊર્જાને સંતુલિત કરવામાં સીડીનું સ્થાન અને દિશા મહત્વની ભૂમિકા ભજવે છે. જો સીડી યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવી નથી, તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે.
5 / 7
ઉત્તર અને પૂર્વ દિશામાં સીડી બનાવવી શુભ માનવામાં આવે છે. આ દિશાઓ સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સીડી ન બનાવવી જોઈએ. જેના કારણ કે આનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે.
6 / 7
ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે સીડી ન બનાવવી જોઈએ, કારણ કે તે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકાવે છે અને ઘરની સમૃદ્ધિમાં ઘટાડો કરી શકે છે. સીડીનું કદ યોગ્ય હોવું જોઈએ. વધુ પડતી પહોળી કે સાંકડી સીડીઓ ન બનાવો. જો સીડીની વચ્ચે કોઈ ખાલી જગ્યા રહે છે, તો તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે.
7 / 7
સીડીની નીચે કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. જો આમ કરવામાં આવે તો તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( Image - Getty Image )