Vastu Tips : ઓફિસ ડેસ્ક પર અરીસો રાખવો જોઈએ ? જાણો શું કહે છે વાસ્તુ, જુઓ તસવીરો
કેટલાક લોકોને ઓફિસના ડેસ્કને પણ સજાવવાનો શોખ હોય છે. ત્યારે કોઈ કર્મચારી પ્લાન્ટથી સજાવે છે. ત્યારે કોઈ વ્યક્તિ પોતા ડેસ્ક પર અરીસો રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસના ડેસ્ક પર અરીસો રાખવો જોઈએ કે નહીં તે અંગે આજે જાણીશું.
1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસના ડેસ્ક પર અરીસો રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓફિસ ડેસ્ક પર હંમેશા મધ્યમ કદનો અરીસો રાખવો જોઈએ.
2 / 6
મોટાભાગના લોકો ઓફિસમાં કામ કરતા હશે અને ઓફિસ ડેસ્ક પર વિવિધ પ્રકારની વસ્તુઓ રાખતા હશે. એ જ રીતે કેટલાક લોકોને ઓફિસના ડેસ્ક પર અરીસો રાખવાનો પણ શોખ હોય છે. ખાસ કરીને મહિલાઓ કે છોકરીઓને ઓફિસના ડેસ્ક પર અરીસો રાખી શકે છે કે નહીં.
3 / 6
ઓફિસ ડેસ્ક પર હંમેશા મધ્યમ કદનો અરીસો રાખવો જોઈએ. ન તો અરીસો બહુ નાનો હોવો જોઈએ અને ન તો અરીસો બહુ મોટો હોવો જોઈએ. જો તમે ઓફિસ ડેસ્ક પર અરીસો રાખો છો તેના પાછળનો રંગ વાદળી હોવો જોઈએ.
4 / 6
તમારા ઓફિસ ડેસ્ક પર ક્યારેય કાળો કે અન્ય કોઈ રંગીન કાચ ન રાખો. તેનાથી પ્રગતિના માર્ગમાં અવરોધ આવે છે અને નકારાત્મકતા વધે છે. તમારા ઓફિસના ડેસ્ક પર અરીસો લગાવવા માગો છો, તો ધ્યાનમાં રાખો કે તમારે ડેસ્ક પર એવી રીતે બેસવું જોઈએ કે તમારી છબી અરીસામાં ન દેખાય.
5 / 6
અરીસામાં તમારો ચહેરો દેખાશે તો તમારી આસપાસની નકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમારી છબી અરીસામાં દેખાય છે, તો નકારાત્મકતા તમારા પર અસર કરશે. આ સાથે જ, તમારા કામમાં પણ અવરોધ આવશે.
6 / 6
ઓફિસના ડેસ્ક પર અરીસો રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે અરીસાની પાસે વધારે સામાન ન હોવો જોઈએ. અરીસાની આસપાસનો વિસ્તાર સાફ રાખો. ધ્યાન રાખો કે ઓફિસના ડેસ્ક પર હંમેશા ગોળ અરીસો રાખવો જોઈએ. અન્ય કોઈપણ આકારનો અરીસો ન રાખવો જોઈએ.