
સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

એક હેકટરના વાવેતર માટે ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

વાવણી અંતર ૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે. વાવણી સમય મે–જુન માસમાં રોપણી કરવી.

આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું. ચોમાસા દરમ્યાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું. શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાને લઈ આપવું.

હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે.

લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.