Travel With Tv9 : ભારતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આ 7 સ્થળોની લઈ શકો છો મુલાકાત, જુઓ તસવીરો
ભારતમાં 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. મકરસંક્રાંતિ દેશના અલગ - અલગ રાજ્યમાં અલગ નામેથી ઓળખવામાં આવે છે. તમે ભારતમાં એવા સ્થળો છે જ્યાં તમે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરી શકો છો.
1 / 7
ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં લોકો દૂર દૂરથી પતંગ ઉડાવવા માટે આવે છે. તેમજ પતંગરસિયાઓ માટે સરકાર દ્વારા પતંગ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં લોકો મકરસંક્રાંતના દિવસે ઊંધિયું , ખીચડો સહિતની વસ્તુઓ ખાય છે.
2 / 7
ગુજરાતના વડોદરામાં પણ ઉત્તરાયણની જોરદાર ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન સમગ્ર રાજ્ય ખુશનુમા માહોલ હોય છે. તહેવાર પહેલાના અઠવાડિયાથી લોકો પતંગ ઉડાવતા હોય છે. વડોદરામાં પણ વિદેશથી લોકો ખાસ ઉત્તરાયણની મજા માણવા આવતા હોય છે.
3 / 7
આસામના ગુવાહાટીમાં પણ મકરસંક્રાંતિ માઘ બિહુ તરીકે ઉજવવામાં આવે છે. નવી ઋતુની શરુઆતની ઉજવણીના ભાગ રુપે સ્થાનિક લોકો દ્વારા ટ્રેડિશનલ ગીતો ગાય છે. તેમજ લાકડા અને વાંસમાંથી બોનફાયર કરી ઉજવણી કરવામાં આવે છે.
4 / 7
પંજાબમાં પણ મકરસંક્રાતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પંજાબમાં પણ અમૃતસરમાં પણ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી શકો છો. આ દિવસે લોકો રંગબેરંગી કપડાં પહેરી, પરંપરાગત નૃત્ય, સ્થાનિક લોક ગીત પર લોકો ભાંગડા રજૂ કરે છે. તેમજ ગોળ, તલ અને મગફળીમાંથી બનાવેલી મીઠાઈનું સેવન કરે છે.
5 / 7
મકરસંક્રાતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી કેટલાક લોકો ગંગા નદીમાં સ્નાન કરવાની ઈચ્છા રાખે છે. ત્યારે કેટલાક લોકો ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરે છે. તેમજ ગંગા આરતી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.
6 / 7
રાજસ્થાનના જયપુરમાં પણ પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જયપુરમાં ઘોડા, ઊંટ, નર્તકો અને સંગીતકારોની પરેડ પણ યોજવામાં આવે છે. જેથી શહેરને ઉત્સવના વાતાવરણથી ભરી શકાય છે.
7 / 7
રાજસ્થાનના જોધપુરમાં પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોધપુરમાં આંતરરાષ્ટ્રીય રણ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જ્યાં વિશ્વભરના પતંગબાજો તેમની પતંગ ઉડાવવાની કુશળતા દર્શાવી શકે છે.