Travel With Tv9 : 7000 હજારથી પણ ઓછા ખર્ચમાં ભારતના આ 5 સ્થળો પર કરી શકો છો સોલો ટ્રાવેલ
આજકાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ હોય છે. આવી સ્થિતિમાં કોઈને કોઈ વ્યક્તિ ચોક્કસપણે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહી છે, પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં ક્યાંક મુસાફરી કરવા માગતા હોવ અને તમને બજેટની સમસ્યા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે 7 હજારથી પણ ઓછા ખર્ચમાં કેટલી જગ્યાની મુલાકાત લઈ શકો છો.
1 / 5
ભારતના પ્રખ્યાત સ્થળોમાં વારાણસી ખૂબ જ લોકપ્રિય છે. વારાસણીમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. ઓછા બજેટમાં અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ અને મંદિરો છે. સૌથી મોટી વાત છે કે અહીં ખાવા-પીવાની કિંમત બહુ વધારે નથી.
2 / 5
દેશભરથી લોકો ઋષિકેશની મુલાકાત લેવામાં આવી છે. અહીં તમે મિત્રો સાથે ફરવા પણ જઈ શકો છો. ત્યાં તમે રિવર રાફ્ટિંગની મજા પણ માણી શકો છો. તમે ઋષિકેશની આસપાસ આવેલા નીરગઢ વોટરફોલ, બીટલ્સ આશ્રમ, ત્રિવેણી ઘાટ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
3 / 5
જો તમારા પાસે વધારે બજેટ નથી ત્યારે તમે ઓછા પૈસામાં પંજાબના અમૃતસરની મુલાકાત લઈ શકો છો. અમૃતસરમાં આવેલા ( ગોલ્ડન ટેમ્પલ ) સુવર્ણ મંદિરમાં દર્શન કરી શકો છો. તેમજ ત્યાં આવેલા સ્થાનિક પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ શકો છો.
4 / 5
કસોલ ટ્રેકિંગ માટે અને તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ હિલ સ્ટેશનનો આનંદ માણવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે. અહીંના બાર અને રેસ્ટોરન્ટ તમને ગોવાની યાદ અપાવશે. કસોલ દિલ્હીથી થોડે દૂર છે છતાં પણ તમે અહીં મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. અહીં આવવા માટે, તમે એક રાત્રિ બસ લઈ શકો છો જેનું એક તરફનું ભાડું 800 રૂપિયાથી ઓછું થાય છે. કાસોલમાં પણ તમને 1000 રૂપિયા સુધીના ભાવે હોટલ મળી શકે છે.
5 / 5
જો તમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ છે તો તમે વૃંદાવન જઈ શકો છો. વૃંદાવનમાં મંદિરોની મુલાકાત સિવાય પણ કેટલાક ઈતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. વૃંદાવનમાં દૂર દૂરથી યાત્રાળુઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આશરે 600 રુપિયાની આસપાસના ખર્ચમાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો.