Travel tips : રજાઓમાં ગુજરાતમાં આવેલા આ સ્થળની જરુર લો મુલાકાત,જુઓ ફોટો

|

Nov 03, 2024 | 3:55 PM

આમ તો ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. દર વર્ષ પ્રવાસીઓ અલગ અલગ સ્થળની મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વખતે પ્રવાસીઓ એક નવા સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. આ સ્થળ પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરથી લગભગ 15 કિમી દૂર આવેલું છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકશો.

1 / 6
ગુજરાતમાં એક નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું નામ બરડા વન્યજીવ અભયારણ્ય છે. તમે 1 થી 2 દિવસની રજાઓમાં આ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે એશિયાઈ સિંહના આ રહેઠાણની મુલાકાત લઈ શકો છો. એશિયાઈ સિંહ વિશ્વમાં ખુબ ફેમસ છે.

2 / 6
તમને જણાવી દઈએ કે, જો તમે પણ બરડા અભયારણ્યની મુલાકાત લેવા માંગો છો. તો ચાલો જાણીએ કઈ રીતે તમે બરડા અભયારણ્ય પહોંચી શકો છો. બરડા વન્યજીવ અભયારણ્ય અને બરડા જંગલ સફારી ફેઝ-1નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

3 / 6
 હવે બરડા ડુંગળની ટેકરીઓમાં પ્રવાસીઓ એશિયાઈ સિંહને નિહાળી શકશે. જો તમારે પણ બરડા જંગલ સફારીમાં પ્રવાસ કરવો છે. તો બુકિંગ પહેલાથી કરવું ફરજીયાત છે. બરડા વન્યજીવ અભયારણ્ય નજીક આવેલા પ્રવાસન સ્થળોની વાત કરીએ તો અનેક ફેમસ સ્થળો આવેલા છે.

4 / 6
બરડા ડુંગરની જો તમે મુલાકાત લેવા માંગો છો. તો બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદરથી આશરે 15 કિલોમીટર અને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કથી 100 કિલોમીટર દુર આવેલું છે. અમદાવાદથી 415 કિલોમીટર દુર આવેલું છે.

5 / 6
જો તમે ફ્લાઈટ દ્વારા બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવા માંગો છો તો સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદર છે, જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો દ્વારકા, પોરબંદર, જામનગર સુધી ટ્રેનમાં જઈ શકો છો. બસ દ્વારા જવા માંગો છો તો નજીકનું બસ સ્ટેશન રાણાવાવ છે.

6 / 6
બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવાનો બેસ્ટ સમય શિયાળો અને ઉનાળો છે. આ સાથે નજીક આવેલા સ્થળો બિલેશ્વર મહાદેવ મંદિર,કિલેશ્વર મંદિર,ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય,સોમનાથ મંદિર,પોરબંદર ખાતે કીર્તિ મંદિર- મહાત્મા ગાંધીનું જન્મસ્થળ,પોરબંદર પાસે હરસિદ્ધ માતાનું મંદિર તેમજ દ્વારકાધિશ મંદિરની પણ મુલાકાત લઈ શકો છે.

Next Photo Gallery