Travel Tips : જો તમે પહેલીવાર સોલો ટ્રિપ કરી રહ્યા છો, આ રીતે તૈયાર રહેજો
કેટલાક લોકો સોલો ટ્રિપ પર જવાનું એટલે કે,એકલા ફરવા જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ જો તમે પહેલી વખત સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો. તો તમારે અનેક વાતનું ધ્યાન રાખી તમારી ટ્રિપનું પ્લાન કરજો. જેનાથી તમને ટ્રિપ દરમિયાન કોઈ સમસ્યા ન થાય.
1 / 6
કેટલાક લોકોને સોલો ટ્રિપ ખુબ પસંદ હોય છે. તે લોકો બેગ પેક કરીને એકલા ફરવા નીકળી જાય છે. જેના માટે તમે પસંદગીનું સ્થળ પસંદ કરી શકો છો. આજકાલ તમે પરિવાર સાથે કે પછી મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવવા માટે મિત્રોની ઓફિસ કે પછી બાળકોના શાળાની રજાની રાહ જોવી પડે છે પરંતુ સોલો ટ્રિપમાં તમે એકલા ફરી શકો છો. જ્યારે પણ તમારે પાસે સમય હોય તમે ફરવા જઈ શકો છો.
2 / 6
જો તમે પહેલી વખત સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો તો તમારે કેટલીક વસ્તુઓનું ખુબ ધ્યાન રાખવું પડશે. તો ચાલો જોઈએ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે.
3 / 6
સોલો ટ્રિપ દરમિયાન ક્યારેક કંટાળો આવે શકી છે. જેના માટે સમયનો સદ્દઉપયોગ કરવો જરુરી છે. તેથી સ્થાનિક યાત્રિકોના ગ્રુપ સાથે જોડાય જાવ તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. તે સ્થળના ઈતિહાસ અને રીતિ રિવાજ વિશે જાણવાની તક મળશે અને તમને આનંદ પણ આવશે.
4 / 6
સોલો ટ્રિપ પર જતી વખતે તમારી પાસે એવી ખાદ્ય વસ્તુઓ રાખો જે સરળતાથી બગડે નહીં. ઉપરાંત, હવામાન અને તમે જ્યાં જવાનું વિચારી રહ્યા છો તે સ્થળ અનુસાર કપડાં સાથે રાખો.
5 / 6
સૌથી પહેલા તો સોલો ટ્રિપ શરુ કરતા પહેલા સ્થળ અને રસ્તાઓ વિશે રિસર્ચ કરી લો. જો કોઈ આ સ્થળ પર જઈ આવ્યું છે તો પહેલા તેની સાથે વાત કરો અને તે સ્થળ વિશે વધારે માહિતી મેળવી લો. રસ્તામાં આવતી હોટલ વિશે પણ જાણકારી મેળવી લો. સોલો ટ્રિપ પ્લાન કરતી વખતે હવામાનનું પણ ધ્યાન રાખવું જરુરી છે.
6 / 6
તેમજ ટુર પર નીકળતા પહેલા તમારું હેલ્થ ચેકઅપ કરાવી લો. જો કોઈને ડાયાબિટીસ કે પછી બ્લડ પ્રશેર જેવી સમસ્યા છે તો સોલો ટ્રિપ પર ન જવું જોઈએ. સાથે તમારા ડોક્ટરની પણ સલાહ લેવી જોઈએ. તમે પરિવાર સાથે કે પછી સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો તો હંમેશા ફસ્ટેડ બોકસ અને જરુરી દવાઓ તમારી સાથે રાખો.