Travel Tips : બાઇક રાઇડર્સે આ વાતોનું જરુર ધ્યાન રાખવું, જો નજર હટી તો દુર્ઘટના ઘટી

|

Sep 01, 2024 | 4:30 PM

બાઈકમાં લાંબી સફર કરવાનો આનંદ જ કાંઈ અલગ હોય છે. ઈન્ડિયામાં એવા કેટલાક લોકેશન આવ્યા છે. જ્યાં તમે બાઈક રાઈડિંગ માટે જઈ શકો છો. તો આજે આપણે વાત કરીશું બાઈક રાઈડિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

1 / 6
બાઈક રાઈડર્સ માટે લાંબી રાઈડ એ કોઈ મોટા સપનાથી ઓછું નથી. ભારતમાં અનેક એવા સ્થળો આવેલા છે, જ્યાં લોકો બાઈક રાઈડિંગ માટે જવાનું પસંદ કરે છે. તમે દેશના કોઈ પણ ખુણે જાવ તમને એડવેન્ચર માટે સ્થળ મળી રહેશે. તો બાઈક રાઈડિંગ માટે જરુરી ટિપ્સ પણ જાણવી જરુરી છે, તો ચાલો જોઈએ

2 / 6
 સેફ્ટી ગિયર પહેરવા જરુરી છે. અકસ્માતની સ્થિતિમાં પોતાને બચાવવા માટે હંમેશા એક હેલમેટ અને બીજું સેફ્ટી ગિયર તેમજ રાઈડિંગ જેકેટ જરુરથી પહેરવા જોઈએ.

3 / 6
બાઈક રાઈડિંગમાં જતાં પહેલા તમારા બાઈકને ચેક કરી લો, ટાયરની હવાથી લઈ ગાડીની બ્રેક તેમજ લાઈટિંગ પણ ચેક કરી લેવા જરુરી છે. તમારી બાઇક પર તેમજ હેલમેટ પર રેડિયમ વધુ લગાવો જેથી કરીને અંધકારવાળા રસ્તાઓથી પસાર થઈ રહ્યા છો. તો સૌ કોઈને જાણ થાય કે, અહિથી વાહન પસાર થઈ રહ્યું છે.

4 / 6
સૌથી મહત્વની વાત એ છે કે, તમે બાઈક રાઈડિંગ માટે જઈ રહ્યા છો તો હંમેશા ટ્રાફિકના નિયમો અને સિગ્નલનું પાલન કરવું જોઈએ, સ્પીડ લિમિટની અંદર બાઈક ચલાવવું જોઈએ. રોંગ સાઈડ પર બાઈક ચલાવવી કે પછી ખોટી રીતે ઓવરટેક કરવાથી બચવું જોઈએ.

5 / 6
રાઈડિંગમાં જતી વખતે સ્વાસ્થનું પણ ધ્યાન રાખો, ખુબ જ પાણી પીઓ અને આરામ કરો સાથે થોડું સ્ટ્રેચિંગ પણ કરો, તેમજ રસ્તામાં થોડા થોડા અંતરે બ્રેક લેવાનું પણ રાખવું જોઈએ.

6 / 6
તમારે ક્યાં સ્થળ પર બાઈક રાઈડિંગ માટે જવું છે તેનો પ્લાન પહેલાથી જ બનાવી લો, આ સિવાય એક મેપ કે પછી જીપીએસ ડિવાઈસ સાથે રાખો. ખાસ કરીને અંઘારામાં અજાણ્યા રસ્તાઓ પરથી નીકળવાનું ટાળવું જોઈએ.

Next Photo Gallery