રોકાણકારોને મફત મળશે શેર, આ દિગ્ગજ કંપની પોતાનો બિઝનેસ કરશે અલગ, જાહેરાત બાદ શેરમાં તેજી, જાણો વિગત
ટેક્સટાઇલ કંપની રેમન્ડ લિમિટેડના શેર આજે ગુરુવારે ફોકસમાં હતા. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 36.22% વધીને ગુરુવારે 2,933.00 પર બંધ થયો હતો. જોકે હવે રોકાણકારોને મફત શેર મળશે.
1 / 6
ટેક્સટાઇલ કંપની રેમન્ડ લિમિટેડના શેર આજે ગુરુવારે ફોકસમાં હતા. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે પર 1.6% વધીને રૂપિયા 3010 પર પહોંચી હતી. શેરમાં આ હિલચાલ પાછળ એક મોટી જાહેરાત છે. હકીકતમાં, ટેક્સટાઇલ સેક્ટરની મોટી કંપની રેમન્ડ લિમિટેડે તેના રિયલ એસ્ટેટ બિઝનેસને અલગ કરવાની જાહેરાત કરી છે.
2 / 6
કંપનીએ જણાવ્યું હતું કે તે શેરધારકો માટે મૂલ્ય વધારવા અને ભારતીય પ્રોપર્ટી માર્કેટમાં વૃદ્ધિની સંભાવનાને ટેપ કરવા માટે તેના રિયલ એસ્ટેટ વ્યવસાયને સ્પિન કરશે.
3 / 6
તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રેમન્ડ લિમિટેડ (demerger) અને રેમન્ડ રિયલ્ટી લિમિટેડ અને તેમના સંબંધિત શેરધારકોની વ્યવસ્થાની યોજનાને મંજૂરી આપી છે, કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. વ્યવસ્થાની યોજના અનુસાર, રેમન્ડ લિમિટેડના દરેક શેરધારકને રેમન્ડ લિમિટેડના પ્રત્યેક શેર માટે રેમન્ડ રિયલ્ટીનો એક શેર પ્રાપ્ત થશે.
4 / 6
પાછલા નાણાકીય વર્ષમાં, રિયલ એસ્ટેટ બિઝનેસની સ્ટેન્ડઅલોન ધોરણે ઓપરેટિંગ આવક રૂપિયા 1,592.65 કરોડ હતી, જે રેમન્ડ લિમિટેડની કુલ આવકના 24 ટકા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની નિર્ણાયક બેન્ચ પાસેથી તેને જરૂરી મંજૂરી મળવાની બાકી છે. Demerger પછી, રેમન્ડ રિયલ્ટી રેમન્ડ લિમિટેડના ઇક્વિટી શેરધારકોને રૂપિયા 10ની ફેસ વેલ્યુના 6,65,73,731 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે.
5 / 6
જણાવી દઈએ કે તાજેતરમાં જ 1 જુલાઈ, 2024થી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ગૌતમ હરિ સિંઘાનિયાની પુનઃનિયુક્તિ અને તેમના પ્રસ્તાવિત મહેનતાણાને મંજૂરી આપવામાં આવી હતી. રેમન્ડ લિમિટેડે ગયા અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, "કંપનીના શેરધારકોએ આજે (27 જૂન) યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સિંઘાનિયાની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે." શેરધારકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રોક્સી એડવાઇઝરી ફર્મ IIASએ રેમન્ડના શેરધારકોને કંપનીના બોર્ડમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) ગૌતમ સિંઘાનિયાની પુનઃનિયુક્તિ સામે મત આપવા જણાવ્યું હતું.
6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:54 pm, Thu, 4 July 24