સાલાસાર ટેકનો એન્જિનિયરિંગના શેરના ભાવમાં થઈ શકે વધારો, કંપનીને મળ્યો 200 કરોડ રૂપિયાનો ઓર્ડર

|

Feb 28, 2024 | 6:59 PM

સાલાસાર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને છેલ્લા 6 મહિનામાં 15.22 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 207 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 17.74 રૂપિયાનું વળતર આપ્યું છે.

1 / 5
સાલાસર ટેકનો એન્જિનિયરિંગ કંપનીની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. કંપની મોટા અને ભારે સ્ટીલ સ્ટ્રક્ચર્સ બનાવે છે. EPC સોલ્યુશન્સ સાથે, તે ટેલિકોમ, પાવર અને રેલવે માટે ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની ટેલિકોમ અને સોલર સેક્ટર માટે એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, ફેબ્રિકેશન, ગેલ્વેનાઇઝેશન અને ડિપ્લોયમેન્ટ સર્વિસિસ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

2 / 5
સાલાસાર ટેકનો એન્જિનિયરિંગે 28 ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીને ZETWERK બિઝનેસ પ્રા.લિ. તરફથી 200 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જે હેઠળ કંપની 25,000 MT સોલાર સ્ટ્રકચર સપ્લાઈ કરશે. તેનાથી કંપનીની ઓર્ડર બૂક મજબૂત બની છે અને આ ઓર્ડર અંદાજે 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરના ભાવમાં વધારો થઈ શકે છે. કંપનીએ ડીસેમ્બર 2023 માં રોકાણકારોને 1 શેર સામે 4 બોનસ શેર આપ્યા હતા.

3 / 5
સાલાસાર ટેકનોના શેર આજે 28 ફેબ્રુઆરીના રોજ 0.05 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 27.35 ના સ્તર પર ખુલ્યો હતો અને 27.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.19 ટકાના વધારા સાથે 26.30 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 33.95 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 7.25 રૂપિયા છે.

4 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સાલાસાર ટેકનોના શેરે ઈન્વેસ્ટર્સને 15.22 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 137.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 207 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 17.74 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 1063.72 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
સાલાસાર ટેકનોમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 28.1 ટકા છે. કંપનીમાં કુલ 76,802 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 4140 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 346 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 51.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery