ગયા અઠવાડિયે મુકેશ અંબાણીને થયું 81763 કરોડ રૂપિયાનું નુકસાન, રોકાણકારોને નાણાં પણ ડૂબ્યા

|

Mar 17, 2024 | 12:57 PM

ગયા અઠવાડિયે શેરબજારમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકાના ઘટાડા સાથે 72,643.43 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 453.85 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

1 / 5
મુકેશ અંબાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે છેલ્લું અઠવાડિયું ખરાબ રહ્યું હતું. તેમની કંપનીને અંદાજે 82,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઉપરાંત LIC ને પણ મોટું નુકસાન થયું છે. જો બંનેની ખોટને ભેગી કરવામાં આવે તો નુકસાન અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયા થશે.

2 / 5
આ ઉપરાંત દેશની ટોપ કંપનીઓના માર્કેટ કેપમાં 70,467.63 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેમાંથી ટાટા ગૃપની કંપની TCSને મોટો ફાયદો થયો છે. બીજી સૌથી વધુ નફો કરતી કંપની સુનીલ મિત્તલની એરટેલ હતી. બંનેના ફાયદાની રકમ ઉમેરવામાં આવે તો તે અંદાજે 50,000 કરોડ રૂપિયા થાય છે.

3 / 5
ગયા અઠવાડિયે શેરબજારમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકાના ઘટાડા સાથે 72,643.43 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 453.85 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો. નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી હજુ પણ 22,000 પોઈન્ટથી ઉપરના સ્તર પર છે.

4 / 5
દેશની ટોપ 10 કંપનીમાંથી 5 કંપનીના માર્કેટ કેપમાં 2,23,660 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 81,763.35 કરોડ રૂપિયા ઘટીને 19,19,595.15 કરોડ રૂપિયા થયું હતું.

5 / 5
દેશની સૌથી મોટી વીમા કંપની LIC નું માર્કેટ કેપ 63,629.48 કરોડ રૂપિયા ઘટીને 5,84,967.41 કરોડ રૂપિયા થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 50,111.7 કરોડ રૂપિયા ઘટીને 6,53,281.59 કરોડ રૂપિયા થયું છે.

Next Photo Gallery