IPO : 2 દિવસમાં 46 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, રૂ.140 પ્રીમિયમ પર પહોંચ્યું GMP

|

Jan 23, 2025 | 6:51 PM

વોટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનું કામ કરતી એક કંપનીએ તેનો લોન્ચ કર્યો છે. આ IPO 22 જાન્યુઆરીના રોજ રોકાણ માટે ખુલ્યો હતો અને ખુલતા જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. ત્યારે બીજા દિવસે આ IPO 46 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે અને GMP રૂ.140 પ્રીમિયમ પર પહોંચ્યું છે.

1 / 7
વોટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ કંપની ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો IPO 22 જાન્યુઆરીના રોજ રોકાણ માટે ખુલ્યો હતો અને ખુલતા જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

2 / 7
બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સમાચાર લખાય છે ત્યાં સુધી આ IPO 46 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. પહેલા દિવસે તેને 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

3 / 7
તમને જણાવી દઈએ કે રોકાણકારો 24 જાન્યુઆરી સુધી આ IPO ભરી શકશે. આ માટેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹ 279 થી ₹ 294 નક્કી કરવામાં આવ્યો છે.

4 / 7
BSEના ડેટા અનુસાર, બોલી લગાવવાના પહેલા દિવસે આઈપીઓ 17.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO માટેના  52.50 લાખ શેર સામે 8.95 કરોડ શેરની બિડ મળી છે.

5 / 7
રિટેલ રોકાણકારોનો હિસ્સો 17.63 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs)નો હિસ્સો 36.21 ગણો  સબસ્ક્રાઇબ થયો હતો. ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સે તેમના IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી ₹66 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું.

6 / 7
ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો IPO ગ્રે માર્કેટમાં રૂ. 140 ના પ્રીમિયમ પર પહોંચ્યો છે. આનો અર્થ એ થયો કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ રૂ. 434 પર થશે એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે 48 ટકાનો નફો થઈ શકે છે. કંપનીના શેર 29 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે.

7 / 7
IPO : 2 દિવસમાં 46 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, રૂ.140 પ્રીમિયમ પર પહોંચ્યું GMP

Next Photo Gallery